સુરત : કરોડોનું ફૂલેકું ફેરવનાર વરાછાના હેતલ જેમ્સના પિતા-પુત્ર ઝડપાયા, 11 પેઢીને ચૂનો ચોપડ્યો હોવાનો આક્ષેપ

સુરત ના વરાછાની હેતલ જેમ્સના કરોડોનાઉઠમણાં કેસની તપાસ આર્થિક નિવારણ શાખાને સોપી દેવાઈ છે . ચકચારી આ કેસમાં હેતલ જેમ્સના ભાગીદારો પૈકી પોલીસની પ્રાથમિક તપાસમાં જોધાણી જેમ્સના રૂપિયા 5.40 કરોડ ઉપરાંત અન્ય 11 પેઢીના 10.77 કરોડ સલવાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે . ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે .

મૂળ અમરેલી જિલ્લા ના લાઠી તાલુકાના જરખિયા ગામના વતની ને હાલમાં સુરત ના વરાછા હીરાબાગ ખાતે ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જયરાજભાઈ આંબાભાઈ જોધાણી હીરાના વેપારી છે . વરાછા હીરાબાગ ખાતે બચકાનીવાલા કંપાઉન્ડમાં જોધાણી એક્સપોર્ટના નામે હીરાનું કારખાનું ચલાવે છે . વરાછામાં મીનીબજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં હેતલ જેમ્સના નામે ધંધો કરતા દિનેશ છોડવડિયા , કિશન છોડવડિયા અને તનસુખ વાણિયાએ જયરાજભાઈ સાથે ફ્રોડ કર્યુ હતુ .

આ ત્રણેય ભાગીદારોએ 90 દિવસમાં પેમેન્ટત ચૂકવી દેવાની ખાત્રી આપી જાન્યુઆરી 2020 અને ફેબ્રુઆરી 2020 માં અલગ – અલગ તારીખે 923.12 કેરેટ વજનના રૂપિયા 2.70 કરોડના તૈયાર કરાવી હીરા જયરાજભાઈ પાસેથી લીધા હતા. જોકે લીધેલા  માલમાંથી   58.13 લાખનું પેમેન્ટ ચૂકવી દેવાયું  હતુ જ્યારે 2.12 ૨ કરોડના પેમેન્ટમાં વિલંબ થયો હતો.

ત્યારબાદ તનસુખ ઈ વાણિયાએ મોટા ઓર્ડરની વાત કરી જયરાજ ભાઈ પાસે વધુ રૂા .3.28 કરોડના હીરા ખરીદ્યા હતા . આમ , કુલ્લે રૂપિયા 5.40 કરોડના હીરાનું પેમેન્ટ લેવાનું બાકી હોય જયરાજભાઇએ ઉઘરાણી શરૂ કરી હતી.

જોકે , છોડવડિયા પિતા – પુત્ર અને તનસુખ વાણિયા વાયદાનો વેપાર કર્યા બાદ ઓફિસને તાળા મારી ભાગી ગયા હતા . ભાગીદારો પૈકી તનસુખ વાણિયા પેમેન્ટ ચૂકવી દેવાયું હોવાની ખોટી ચિઠ્ઠી લખી ક્યાંક ચાલ્યો ગયો હતો . આખરે ચીટિંગનો ભોગ બનેલા જયરાજ જોધાણીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે તનસુખ માધાભાઈ વાણિયા  દિનેશ કુરજીભાઈ છોડવડિયા માં અને કિશન દિનેશભાઈ છોડવડિયા  જે સામે 5.40 કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.