
આજકાલ લોકો ઠગાઇ કરીને અનેક રીતે આપણી પાસેથી પૈસા પડાવી જાય છે. કોઈ અજાણી વ્યક્તિ આપણા ઘરે આવીને કોઈપણ બહાનું કાઢીને આપણા ઘરે થી પૈસા પડાવી જાય છે. આજકાલ થોડાક દિવસથી નવી એક ટોળકી વિશે જાણકારી મળી છે. જે ટોળકી આપણું બેન્ક એકાઉન્ટ ખોલીને રૂપિયા પડાવી જાય છે.
આ ટોળકીએ ઠગાઇ નવી રીત અપનાવી છે. આ ટોળકી દ્વારા તમને કહેવામાં આવે છે કે,”તમને પ્રી એપ્રૂલેવ લોન મળી છે.”અને એમ કહીને એક મેસેજ મોકલે છે જે મેસેજ માં એક લિંક આપેલી હોય છે અને મેસેજ માં તે લીંક ઓપન કરવા વિશેની પણ વાત લખેલી હોય છે. જે લિંક ઓપન કર્યા બાદ બેંક ખાતાની તમામ ડીટેલ્સ ચોરી લઈ ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી લેતા સાયબર ક્રિમિનલ્સની નવી ટોળકી માર્કેટમાં જોવા મળી છે.
આ ટોળકી દ્વારા કહેવામાં આવે છે કે આ લીંક ખોલવાથી તમારા ખાતામાં 5 લાખ રૂપિયા જમા થાય છે. મોટાભાગના લોકો પાંચ લાખની લાલચમાં આવીને આ લીંક ખોલે પણ છે.આ લિંક ખોલ્યા બાદ તેમાં આપણા વિશેની અંગત માહિતી પૂછવામાં આવે છે. જેમાં આપણું કઈ બેંકમાં ખાતું છે,બેન્ક એકાઉન્ટ નંબર જેવા અનેક પ્રશ્નો મૂકવામાં આવ્યા હોય છે. આપણે આ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ આપણી તમામ અંગત માહિતી આ ટોળકી પાસે પહોંચી જાય છે.
આપણી અંગત માહિતી આ ટોળકી આવી લીંક મોકલી ને આપણી પાસેથી મેળવી લે છે. ત્યારબાદ બેંક એકાઉન્ટ આ ટોળકી પોતે ખોલીને આપણા ખાતામાં રહેલા બધા જ રૂપિયા ઉપાડી લે છે. માણસ માત્ર પાંચ લાખની લાલચમાં આવીને પોતાના બેન્ક એકાઉન્ટ માં રહેલા કેટલા બધા રૂપિયાઓ ગુમાવી ચૂકે છે.
આ પ્રકારના મેસેજ આપણા ફોનમાં આવે ત્યારે આવેલી લિંક ના ખોલવા અને કોઈપણ પ્રકારની અંગત માહિતી લિંકમાં નવા ભરવામાટે સાયબર એકસપર્ટ દ્વારા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. સાયબર એક્સપ્રેસ મયુરભાઈ દ્વારા જણાવાયું છે કે, આવી ટોળકીઓ વિવિધ સ્કીમો બહાર પાડીને આપણા ફોનમાં મેસેજ મૂકે છે. એટલા માટે તમને દરેક લોકોને જે બતાવવા માં આવે છે કે જો તમારા મોબાઇલમાં પણ આવી લીંક જોવા મળે તો તમારે આ પ્રકારની કોઇ પણ લીંક ઓપન ના કરવી જોઈએ.