
દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય કિંમતી ધાતુઓ કે રત્નોનું નામ સાંભળતાં જ તેના કાન ઉંચા થઈ જાય છે. આપણને બધાને નાનપણથી જ ખજાનાની વાર્તાઓ વિગેરે ખૂબ આકર્ષતું આવ્યું છે અને હવે મોટા થયા બાદ કિંમતી ધાતુઓ તેમજ કીમતી રત્નોને લઈને પણ આપણું કૂતુહલ તેટલુંને તેટલું જ છે. તો આજે અમે તમારા માટે તેવા જ એક કીંમતી રત્ન હીરાની ખાણ વિષેની માહિતી લઈને આવ્યા છીએ. પૂર્વ સાઇબેરિયામાં છે દુનિયાની સૌથી મોટી હીરાની ખાણ. જેનું નામ છે મીર માઈન. તે 1722 ફૂટ ઉંડી અને 3900 ફૂટ પહોળી છે. તે વિશ્વની બીજો સૌથી મોટો માનવ નિર્મિત હોલ એટલે કે કાણું છે. પેહાલ નંબર પર બિંઘમ કોપર માઇન છે.

કહેવાય છે કે આ ખાણને 1955માં સોવિયત વૈજ્ઞાનિકની એક ટીમે શોધી હતી. તેને શોધનાર ટીમમાં યૂરી ખબરદિન, એકાતેરિના એલાબીના વિક્ટર એવદીનકોનો સમાવેશ થાય છે. તેને શોધવા માટે સોવિયત ભૂવૈજ્ઞાનિક યૂવી ખબરદીનને વર્ષ 1957માં લેનિન પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

મળેલી જાણકારી પ્રમાણે કેહવાય છે કે તેનું કામ 1957માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી વધારે મહિનાઓ સુધી મોસમ ખરાબ રહેતુ હતું. શિયાળામાં અહીં તાપમાન ખૂબ જ નીચે આવી જતુ હતું.

એટલું જ નહીં પણ શિયાળાના સમયમાં ગાડીઓમાં તેલ પણ જામી જતું હતું અને ટાયર પણ ફાટી જતા હતા. તેને ખોદવા માટે કર્મચારીઓએ જેટ એંજીન અને ડાયનેમાઇટ્સનો ઉપયોગ કર્યો હતો.
રાત્રીના સમયે તેને ઢાંકી દેવામાં આવે છે, જેથી કરીને મશીનો ખરાબ ના થઈ જાય. ખાણની શોધ બાદ રશિયા હીરાનું સૌથી વધારે ઉત્પાદન કરતો દુનિયાનો ત્રિજો સૌથી મોટો દેશ બની ગયો હતો. પહેલાં આ ખાણમાંથી દર વર્ષે 10 મિલીયન એટલે કે એક કરોડ કેરેટ હીરા નિકાળવામાં આવતા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ખાણમાંથી દર વર્ષે સરેરાશ 2 લાખ કેરેટ હીરા નિકળે છે. જેની બજાર કિંમત લગભગ 2 કરોડ પાઉન્ડ એટલે કે 175 કરોડ રૂપિયા છે. વર્ષ 2014માં આ ખાણમાંથી 6 મિલિયન કેરેટ રફ ડાયમન્ડ મળ્યા હતા. હાલ આ ખાણની અંદર આજે પણ કેટલાએ કીંમતી હીરા છૂપાયેલા છે.

આ ખાણ એટલી વિશાળ છે કે ઘણીવાર તેની ઉપરથી પસાર થતાં હેલિકોપ્ટર નીચેની તરફના હવાના દબાણના કારણે તેમાં ખેંચાઈ જાય છે. ત્યાર બાદ તેની ઉપર હેલિકોપ્ટર્સના પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.