જો તમે પણ છો ડાયાબીટીસથી પરેશાન તો કરો આ ઘરેલું ઉપાય,જોતા જોતા થઇ જશે રાહત…..

સ્વસ્થ રહેવું દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે.પરંતુ જો ખાવા-પીવામાં વધારે ધ્યાન આપવામાં ન આવે તો સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડતી જોવા મળે છે.શરીરમાં ઘણી બીમારીઓ ઉભી થવા લગતી હોય છે.આજની જીવનશૈલી એટલી બદલાઈ ગઈ છે કે મોટાભાગના લોકો કોઈક પ્રકારના રોગથી પીડિત હોય છે.તે નાનો રોગ હોય કે મોટો રોગ પરંતુ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે દવાઓ લેતો હોય છે.

તંદુરસ્ત વ્યક્તિ દરેક કાર્ય સારી રીતે કરી શકે છે.તેથી શરીરને તંદુરસ્ત કરવા માટે કેટલાક ઉપાયો જીવનમાં ચોક્કસ રીતે અપનાવવા જોઈએ.જેમ કે કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તે સાથે શરીર સ્વસ્થ પણ રાખે છે.કસરતથી મન પણ વધારે સ્વસ્થ બને છે.તેથી દરેક વ્યક્તિએ તેમના દૈનિક કાર્યમાં કેટલાક વર્કઆઉટ્સનો સમાવેશ કરવો જોઈએ.

ડાયાબિટીઝ જેવા ગંભીર રોગોથી પીડિત લોકોને કસરત કરવામાં પણ ઘણી રાહત મળે છે. ડાયાબિટીઝવાળા લોકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટ,એટલે કે 21 મિનિટની રોજિંદા વર્કઆઉટ્સ કરવું જોઈએ.આ બ્લડ સુગરના લેવલ કંટ્રોલમાં રાખે છે.આવી જ રીતે બીજા રોગો પણ દૂર રહે છે.આ માટે અમુક વર્કઆઉટ્સ દિવસ દરિમયાન કરવા જોઈએ…

યોગા –

યોગ કરવો પ્રાચીન સમયથી ચાલતો આવે છે.તેનું મહત્વ પ્રાચીન સમયથી જોવા મળી રહ્યું છે.જો સ્વસ્થ શરીરમાં કંઈપણ મહત્વપૂર્ણ હોય તો તે યોગ છે.યોગ તમામ પ્રકારના રોગોનું નિદાન કરી શકે છે.બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં યોગ પણ ખૂબ ફાયદાકારક છે.ડાયાબિટીઝની સમસ્યાથી રાહત મેળવવા યોગ ખૂબ મદદ કરે છે.તે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.

તરવું –

જયારે તરવું એ શરીર માટે વિશ્વની શ્રેષ્ઠ કસરતોમાંની એક માનવામાં આવે છે.આનાથી શરીરના સ્નાયુઓ વધારે મજબુત થતા જોવા મળે છે.આ ફક્ત શરીરને ફીટ જ નહીં કરે પરંતુ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં પણ ખૂબ અસરકારક છે.માટે શક્ય હોય તો સવારે પાણીમાં અમુક સમય માટે તરવાની અદ્દ્ત પાડો.

સાયકલિંગ –

વર્કઆઉટ્સની વાત કરવામાં આવે તો તેમાં સાયકલિંગનો પણ સમાવેશ થાય છે જેમાં એરોબિક્સની એક પ્રકારની કસરતમાં આવે છે.ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા ઉપરાંત બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે.સાયકલ ચલાવવી એ એક સારો વિકલ્પ પણ હોઈ શકે છે.સાયકલ ચલાવવું શારીરિક પ્રવૃત્તિ માટે પણ સારું માનવામાં આવે છે.તેનાથી બીજા ઘણા ફાયદા પણ થાય છે.

નૃત્ય –

તમને જણાવી દઈએ કે વર્કઆઉટ્સમાં એક નૃત્યનો પણ સમાવેશ કરી શકાય છે.આ એક વધુ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.તે તમારું મનોરંજન કરવાની સાથે ડિપ્રેશનથી પણ રાહત આપે છે. નૃત્યના ઘણા સ્વાસ્થ્ય લાભ છે,જેનાથી ડાયાબિટીઝની સમસ્યાથી પણ રાહત મેળવવા ઉપયોગી સાબિત થઇ શકે છે.

જોગિંગ –

જોગિંગ,દોડવું એ કસરતો છે જે આપણે બધાએ કરવી જોઈએ.પથ પર ચાલવું તમને ઘણા ફાયદા આપી શકે છે.ડાયાબિટીઝના દર્દીઓ માટે ચાલવું એ રામબાણ સારવાર માનવામાં આવે છે.જોગિંગ કરવાથી બ્લડ સુગર લેવલમાં આવે છે.માટે આવા દર્દીઓ માટે લાભકારક ઘણાય છે.

Leave a Reply

Your email address will not be published.