સૌરાષ્ટ્ર નાં આ ગામ નું સંચાલન મહિલાઓ કરે છે, મહિલાઓએ અહીં એવી એવી ઉપલબ્ધીઓ આપી છે જે જોઈને હેરાન થઈ જશો….

આપણે ગામ જોતા હોય છે જો સરપંચ ઈમાનદાર હોઈ તો ગામ નું કામ અને વિકાસ સારો થઈ શકે છે તે માં પણ આપણે જોઈ છીએ કે મોટેભાગે બધા વહીવટી પુરુષો કરતાં હોય છે. પરંતુ આજે જોઈશું એક એવું અનોખું ગામ જ્યાં મહિલો દરેક જવાબદારી ઉપાડી છે. ગુજરાત હાલ સમગ્ર જગ્યા ને મેટ્રો બનાવવવા ના અભ્યાન ચાલી રહ્યા છે. ત્યારે એક એવું ગામ સામે આવ્યું છે.

જે સમગ્ર ગુજરાત માં ખુબજ ચર્ચિત થયું છે.આગમ માં સ્વછતાથી લઈને અનેક સુવિધા નું ખાશ ધ્યાન રાખવા માં આવ્યું છે. આ ગામમાં લગભગ હરેક એવી સુવિધા છે. જે એક મેટ્રો સિટી માં છે.ગુજરાતના અનેક ગામો આજે જુદી જુદી રીતે આદર્શ અને મોડેલ વિલેજ બન્યા છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આદર્શ ગામ યોજના બાદ પણ ગામના વિકાસમાં થોડા અંશે સુધારો જોવા મળ્યો છે.સૌરાસ્ટ્રનું આ એક એવું ગામ જેનું સંચાલન આ ગામની મહિલાઓ કરે છે.

આ ગામનું નામ બાદરપૂરા છે.ગામનું આ મહિલા આગેવાનો પોતાના ગામનું ઉજ્વળ ભવિષ્ય ઘડી રહી છે.આ ગામના સરપંચ,રમાબહેન પંપાણીયા છેલ્લા 15 વર્ષથી બાદરપરા ગ્રામ પંચાયતના સભ્ય છે. 2005 થી અહીની મહિલાઓએ પંચાયતની કામગીતિ સંભાળી લીધી હતી.ત્યાર બાદ આ ગામમાં ઝડપથી વિકાસ થયો છે.

આ ગામની ખાસિયતમાં જોઈએ તો સ્વચ્છ રસ્તા,ગામમાં ઠેર-ઠેર વૃક્ષોનું વાવેતર,ઘરની બહાર બગીચો,તેમજ સફાઈ માટે સઘન વ્યવસ્થા છે.ચૂંટણી વગર પંચાયતના સભ્ય તેમજ સરપંચની નિમણૂક થતી હોય તેવા ગામને સમરસ ગામ કહેવાય છે.છેલ્લા 15 વર્ષથી બાદરપરા ગામ સમરસ ગામ છે.મહિલાઓના કુશળ સંચાલનને કારણે મહિલાઓને આદર્શ ગામનું બિરુદ મળ્યું છે.

20 વર્ષના જયશ્રી પંપાણિયા માટે તેમની માતા તેમનો આદર્શ છે,તેઓ પણ એક દિવસ પંચાયતનું સંચાલન કરવા માંગે છે.તેમની માતાએ તેમના માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને તક આપવાથી તેમના પરિવાર અને સમાજ પર કેવો પ્રભાવ પડી શકે છે, તેનું ઉચ્ચ ઉદાહરણ રમાબહેન અને પંચાયતની ટીમે પૂરું પાડ્યું છે. કહેવાય છે સ્ત્રીઓ ને કોઈ જવાબદારી આપવામાં આવે તો તે ચોક્કસ તેને પૂર્ણ કરે છે એ ગામમાં સ્ત્રીઓજ દરેક જવાબદારી પોતાના માથે લઈને કામ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *