
આ સમસ્ત સંસાર મા તમામ રમતો માત્ર પૈસા ની જ છે. જો કોઈપણ માણસ પાસે પાકીટ મા હોય, તો તે પોતાને રાજા ગણતો હોય છે. જીવન મા આવનારી કોઇપણ મુશ્કેલી મા જો પૈસો તમારી પાસે હોય તો એક પ્રકાર ની હિમ્મત મળતી રહે છે. આવા જ અમુક કારણોસર માણસો આ પૈસા પાછળ ગાંડાતૂર છે. એવું ઘણી વાર બનતું હોય છે કે માણસ ઘણી મેહનત કરતા હોય તે છતાં જોઈએ તેવું વણતર મેળવી શકતા નથી. આવું ખરાબ નસીબ જોગે બનતું હોય છે માટે જો સમય સારો હોય તો પૈસો જો જરૂર મળે જ છે.
આ જ સામાન્ય વાત ને જો તમે ઇન્ટરનેટ ના માધ્યમ થી જાણશો તો પૈસા કમાવા માટે ની ઘણી યુક્તિઓ જાણવા મળશે. આ યુક્તિઓ માંથી વધુ જાણીતી અહિયાં જણાવવા જઈ રહ્યા છીએ. એવું મનાય છે કે જો આ ધનવેલ કા મનીપ્લાન્ટ ના છોડ ને ઘર મા લગાવવા મા આવે તો તેનાથી ઘર મા બરકત આવે છે તેમજ આવક મા વધારો થાય છે. આ સિવાય ઘર માંથી પૈસા પણ ઓછા વપરાય છે. મોટેભાગે માણસોએ આ છોડ ને લગાવ્યો જ હશે પણ જો જોઈએ તેવું પરિણામ ન મળતું હોય તો આ નુસ્ખો નો પ્રયોગ એકવાર અજમાવી જુવો.
જો ધનવેલ મા બાંધવામા આવે આ એક વસ્તુ
આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવા એક નુસ્ખા વિશે કે જે તમારે માત્ર શુક્રવારે જ કરવા નો થાય છે. તો તમારે આ ધનવેલ મા એક લાલ દોરી અથવા તો એક રિબન બાંધવાની છે. આ લાલ રંગ ને શુભ મનાય છે તે પ્રેમ, લાગણી, પ્રગતિ તેમજ યશ નો પ્રતીક મનાય છે. આથી આ લાલ દોરી થી ઘર મા હકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે. આ હકારાત્મક વાતાવરણ ને લીધે માતા લક્ષ્મી પણ આવા ઘર ને પસંદ કરી ત્યાં વાસ કરે છે.
આ દોરો ને બાંધવાની રીત આ મુજબ છે કે શુક્રવારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ થી નિવૃત થઇ ઘર ના જ મંદિર મા માતા લક્ષ્મી ની પ્રતિમા આગળ બે ઘીના દિવા પ્રગટાવવા. આ બાદ આ લાલ દોરી ને માતા ના ચરણો મા રાખી મુકો. ત્યારબાદ માતા ની આરતી કરો. આ આરતી આપતા વખતે ધ્યાન રાખવું કે પેહલી વાર આરતી માતા ને અને ત્યારબાદ આ લાલ દોરી ને આપવી. ત્યારબાદ આ દોરી પર કંકુ થી તિલક કરવું.
હવે ઘર ના ઉગાવેલ આ ધન છોડ પાસે જઈ માતા લક્ષ્મી નું ધ્યાન ધરી સ્મરણ કરી આ લાલ દોરા આ ઉગાવેલ છોડ ની ચારેબાજુ બાંધી દો. આ દોરા ને છોડ ના કુંડા ની નીચે ની જગ્યાએ બાંધવો જોઈએ કેમકે ત્યાં જ આ છોડ ના મૂળ હોય છે. આ બાંધ્યા બાદ થોડા જ દિવસો મા તમને તમારા ઘર મા પરિવર્તન થતું જણાશે અને પૈસા ના નવા-નવા સ્ત્રોત ખુલવા લાગશે.