ખાવાના પૈસા ના હતા આ સ્ત્રી પાસે પણ તેની પાસેથી નીકળી 100 કરોડની સંપત્તિ… જાણો પૈસા ક્યાંથી આવ્યા..

દોસ્તો જો કોઈ વ્યક્તિ તમને એમ કહે કે એક મહિલા દૂધનો વેપાર કરે છે અને તે સો કરોડની સંપત્તિ ધરાવે છે તમે આ વાત ઉપર વિશ્વાસ નહીં કરો. પરંતુ આ એક સત્ય હકીકત છે. આ વાત રાજસ્થાનના એક ગામડાની છે. તો ચાલો જાણીએ એ મહિલા વિશે અને શા માટે તે આટલી બધી સંપત્તિ ધરાવે છે.

મિત્રો હાલમાં જ રાજસ્થાનમાં આવેલા જયપુર ની અંદર ઇન્કમટેક્સ વિભાગે ૧૦૦ કરોડની સંપત્તિ ધરાવતી એક માલકીન ને પકડી પાડી હતી જે એક રૂપિયાનો હિસાબ રાખે છે. આ મહિલા પરિવારને ચલાવવા થી માંડીને પૈસાનો હિસાબ રાખવામાં પણ ખૂબ ચતુર છે.

ઇન્કમટેક્સ વિભાગે દિલ્હી અને જયપુર વચ્ચે આવેલા હાઈવે ઉપર 64 વીઘા જમીન કે જેની કિંમત 100 કરોડ કરતાં પણ વધારે છે તેને શોધી કાઢી હતી. જેની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ જમીનની માલિકી એક આદિવાસી મહિલા ની છે. તે મહિલાને જાણ હતી કે તેણે તે જમીન ક્યારે અને કેવી રીતે ખરીદી હતી. જેના કારણે ઈન્કમટેકસ વિભાગે તે જમીને કબજામાં લઈ લીધી છે.

મિત્રો રાજસ્થાની અંદર દિલ્હી જયપુર હાઇવે ઉપર એક દંડ નામનું નાનું એવું ગામ આવેલું છે. આ રસ્તા ઉપર તે જમીન આવેલી છે. હાલમાં આ જમીન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બેનર લગાવ્યું છે. જેની ઉપર લખવામાં આવ્યું છે કે આ જમીન ની અંદર કોઈએ પણ દાખલ થવું નહીં. અધિનિયમ હેઠળ આ જમીને બેનામી જાહેર કરવામાં આવી છે.

પરંતુ આજનું સદવિધા જમીન પર એવું કહેવામાં આવ્યું હતું કે આ જમીનની માલિકી સંજુ દેવી મીણા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જમીન કોઈની પણ નથી. જે માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી મળેલી છે. જેના કારણે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટે આ જમીન ને પોતાના કબજામાં લઈ લીધેલી છે.

આ જમીન વિશેની ઇન્ફોર્મેશન ખુફિયા રીતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી રીતે આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે આ હાઈવે પર ઉદ્યોગપતિઓ આદિવાસીઓ પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લેતા હતા.

આદિવાસીઓ નું નામ ફક્ત કાગળ ઉપર જ રાખવામાં આવ્યું હતું. કારણ કે કાનૂન પ્રમાણે ત્યાં માત્ર આદિવાસી જ જમીન ખરીદી શકતા હતા. ઉદ્યોગપતિઓ આદિવાસીઓ પાસેથી આ જમીનો સસ્તા ભાવે પડાવી લેતા. હાલમાં આ જમીન જેના નામ ઉપર હતી તેની શોધ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચાલુ કરી દીધી છે.

એવું જાણવા મળ્યું છે કે આ જમીન રાજસ્થાનના સિકર જિલ્લાના એક નાના એવા ગામ દીપાવાસ મા રહેતી મહિલાની છે. આ ગામ પહાડી વિસ્તારમાં આવ્યું છે જ્યાં પહોંચવું પણ થોડું મુશ્કેલ છે.

સંજુ દેવીને આ જમીન વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જે વાત કહી તે ચોંકાવનારી હતી. તેણે કહ્યું કે તેના પતિ અને તેના સસરા મુંબઈમાં કામ કરતા એ સમયે વર્ષ ૨૦૦૬ ની અંદર જયપુરના આમેરમાં તેઓને લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક પેપર ઉપર તેઓના અંગૂઠા લેવામાં આવ્યા હતા.

પરંતુ હવે મારા પતિનું મૃત્યુ થયું તેને ૧૨ વર્ષ વિતી ગયા છે હું જાણતી નથી કે તેના નામે કોઈ સંપત્તિ હતી કે નહીં. પરંતુ જ્યારે મારા પતિનું મૃત્યુ થયું ત્યારે કોઈ વ્યક્તિ પાંચ હજાર રૂપિયા ઘરે આપી જતો હતો. પરંતુ હવે કોઈ પૈસા લેવા માટે આવતું નથી. હવે જ્યારે ઇન્કમટેક્સ દ્વારા જાણ કરવામાં આવી ત્યારે તેને આખી વાતની ખબર પડી.

પતિના મૃત્યુ બાદ સંજુ દેવી પાસે પૈસા કમાવવા માટે આવકનો કોઈ સ્ત્રોત હતો નહીં. તે પોતાના બાળકોનું પેટ ભરવા માટે ગુડ મજૂરી કરતી. સંજય દેવી ખેતી પણ કરતી અને સાથે સાથે પશુપાલન પણ કરતી. જ્યારે ગામ લોકો ને ખબર પડી કે આ જમીન સંજુ દેવીની છે ત્યારે આ ગામમાં હાહાકાર મચી ગયો હતો.

ઘણી વખત એવું પણ બને કે આ જમીનનો માલિક કોઈ આદિવાસી હોય તો તેને પણ ખબર ન પડતી. પરંતુ હાલમાં આ પ્રકારની માહિતી મળતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 1400 કરોડની જમીન જપ્ત કરવામાં આવી છે. જેને કોર્ટના ચુકાદા બાદ સરકારને આપી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.