
વૈજ્ઞાનિકો દરરોજ અવનવા પ્રયોગ કરતા રહે છે. મેડિકલથી લઈને કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાનએ ખૂબ પ્રગતિ કરી લીધી છે. આજના સમયમાં ખેડૂત મોટો નફો કમાય રહ્યાં છે. પહેલા ખેડૂત એક અથવા બે પાક લેતા હતા પરંતુ હવે એક વર્ષની અંદર બે થી ચાર પાક લઈ રહ્યાં છે. નવી પદ્ધતિની ખેતી કરીને ખેડૂત પોતાની આવક પણ વધારી રહ્યો છે. ગ્રાફ્ટિંગ પદ્ધતિથી એક છોડ પર બે અલગ અલગ શાકભાજી ઉગાવવામાં આવી રહી છે. આથી ન ફક્ત ખેડૂતને ફાયદો થઈ રહ્યો છે, પરંતુ વધતી વસ્તી હોવા છતાં લોકોને દરેક પૂરતી ખાવા-પીવાની વસ્તુ મળી રહી છે.
ટામેટાના છોડમાં રિંગણ
ઉત્તર પ્રદેશના વારાણસીના શહંશાહપુરમાં ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાનમાં સંશોધન બાદ એવો છોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેના પર બે-બે શાકભાજી ઉગાવવામાં આવી રહી છે. તેમાં બે અલગ અલગ શાકભાજી ઉપજે છે. ગ્રાફ્ટિંગ પદ્ધિત દ્વારા બટાકા, રિંગણ એક છોડમાં અને ટામેટા રિંગણ એક છોડમાં ઉગાવવામાં આવી રહ્યાં છે.
ગ્રાફ્ટિંગ પદ્ધતિથી ટામેટાના છોડમાં રિંગણની કલમ કરીને તેને એક જ છોડમાં ઉગાવવામાં આવી રહ્યું છે. સંશોધન સંસ્થાનના પ્રધાન વૈજ્ઞાનિક ડો. આનંગ બહાદુર સિંહે જણાવ્યું કે આવા ખાસ છોડ 24.28 ડિગ્રી તાપમાનમાં 85થી વધારે ભેજ અને પ્રકાશ વગર નર્સરીમાં તૈયાર કરવામાં આવે છે.
બે મહિને આવે છે ફળ
વૈજ્ઞાનિક ડોક્ટર આનંદ બહાદુર સિંહે કહ્યું કે ગ્રાફ્ટિંગના 15થી20 દિવસ પછી તેને વાવે છે. તેની સાથે યોગ્ય પ્રમાણમાં ખારત, પાણી અને કાટ-છાંટ કરવામાં આવે છે. છોડ રોપ્યાના લગભગ 60 દિવસ એટલે બે મહિના બાદ ફળ શરૂ થાય છે. ગ્રાફ્ટિંગ તકનીકીની શરૂઆત વર્ષ 2013થી કરવામાં આવી હતી.
જ્યાં વરસાદના કારણ પાણી ભરાય જાય છે તે વિસ્તાર માટે આને તૈયાર કર્યું. અગાસી પર બગીચાના શોખીન લોકો માટે આ સારો વિકલ્પ છે. ભારતીય શાકભાજી અનુસંધાનમાં ગ્રાફ્ટિંગ પદ્ધતિ દ્વારા એક જ છોડમાં ટામેટા અને રિંગણ, બટાકાની ઉપજ કરીને વૈજ્ઞાનિક આ સંધોનને ખાસ માની રહ્યું છે. આ સંશોધન લોકોને આકર્ષણનુ કેન્દ્ર પણ બન્યું છે. આ પદ્ધતિથી સૌથી વધું ખેડૂતને ફાયદો થઈ રહ્યો છે.