ઈંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન ભારત સામેની મેચમાં પહેરે છે બે ટોપી, આ છે કારણ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ટી-20 ક્રિકેટ મેચની સીરીઝ રમાઈ રહી છે. ગુરુવારે જ ભારતે ચોથી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડને 8 રને હરાવ્યું હતુ. આ સાથે જ આ સીરીઝમાં બંને દેશની ટીમે 2-2ની બરાબરી કરી લીધી છે. મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે શાનદાર બેટીંગ કરી હતી. પરંતુ તે દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગનની એક હરકત દર્શકો માટે ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ મેચ દરમિયાન મોર્ગને ભારતની ટીમ જયારે બેટિંગ કરી રહી હતી ત્યારે બે ટોપી પહેરી હતી. મોર્ગન ભારતીય બેસ્ટમેનને રન કરતા રોકવા માટે ફીલ્ડિંગ વ્યવસ્થામાં ચુસ્ત રીતે જોડાયો હતો. આ સમયે તેણે બે ટોપી પહેરી હતી. મોર્ગન આ અગાઉની ટી-20 મેચમાં પણ બે ટોપી સાથે જોવા મળ્યો હતો. તેથી દર્શકોમાં હવે મોર્ગન આવું કેમ કરી રહ્યો છે તે અંગે સવાલ ઉઠ્યો છે. મોર્ગન કેમ બે ટોપી પહેરીને કેમ ફીલ્ડિંગ કરી રહ્યો છે. કેટલાક દર્શકોએ તર્ક રજૂ કર્યો છે કે, મોર્ગનની આ હરકત પાછળ આઈસીસીનો નિયમ જવાબદાર છે.

કોરોના કાળમાં આઈસીસીના નવા નિયમ મુજબ મેદાન ઉપર ખેલાડીઓ અને અમ્પાયરોને સામાજિક અંતર રાખવા સુચન કરાયું છે. તેથી કોઈપણ ખેલાડી પોતાની ટોપી, ચશ્મા મેદાન પર હાજર અમ્પાયર અથવા કે અન્ય સાથી ખેલાડીઓને આપી શકશે નહીં. ખેલાડીએ આ પ્રકારની ચીજવસ્તુ પોતાની સાથે જ રાખી પડશે. નવા નિયમો પગલે બોલર અમ્પાયર અથવા તો સાથી ખેલાડીઓને પોતાની ટોપી નથી આપી શકતા અને તેના કારણે મોર્ગને બે ટોપી પહેરી હોઈ શકે છે. બે ટોપી પહેરી ફીલ્ડિંગ કરનારા ખેલાડીઓમાં પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની હરકતની પણ નોંધ લેવાઈ છે. 2020માં યૂએઈ ખાતે યોજાયેલી આઈપીએલમાં પાકિસ્તાન ક્રિકેટના ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ મુસ્તાન સુલ્તાનની તરફથી રમતી વખતે અમ્પાયરને ટોપી રાખવા કહ્યું હતુ. આ સમયે અમ્પાયરે ટોપી લેવા ઈન્કાર કરતા તે રોષે ભરાયો હતો.

Leave a Reply

Your email address will not be published.