હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા: વિશેષ પૂજા વિધિ બાદ દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં કરી વિશેષ પ્રાર્થના

મોદીના માતા હીરાબાના શતાયુ જન્મ દિવસની ઉજવણી રાજ્યમાં ચાલી રહી છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. 100મા જન્મદિવસે હીરાબાએ અમદાવાદના જગન્નાથજીના દર્શન કર્યા. આ પ્રસંગે અમદાવાદના જગન્નાથ મંદિરે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાાથ મંદિરમાં હીરાબા સહિત સમગ્ર પરિવારે જગન્નાથજીની આરતી કરી હતી.

PM મોદીના ભાઈ અને બહેને મંદિરના દર્શન કર્યા છે. હીરાબાને મંદિરના હોલમાં બેસાડવામાં આવ્યા હતા. આજના પ્રસંગે હીરાબા એ પરિવાર સહિત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં વિશેષ પૂજા વિધિ બાદ હીરાબાના દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં વિશેષ પ્રાર્થના કરાઈ. પ્રધાનમંત્રીના તમામ ભાઈ તેમજ તેમનો સમગ્ર પરિવાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો. આ સિવાય મોટી સંખ્યામાં આવેલા દર્ષનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

PM મોદીના પરિવારજનો દ્વારા ભંડારાનું વિશેષ આયોજન પણ કરાયું છે. કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું જગન્નાથ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે.

હીરાબાના ભાઈ સહિત આખો પરિવાર જગન્નાથ પહોંચ્યો, કહ્યું; ‘પરિવાર માટે અમારા બા દૈવી સ્વરૂપ, બધાએ આજે પૂજા કરી’

આજે પીએમ મોદીનાં માતા હીરાબાના જન્મદિવસ નિમિતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભંડારામાં સમગ્ર મોદી પરિવાર હાજર રહ્યો છે. જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન મોદી પરિવાર તરફથી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના માતા હિરાબાના 100 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આ ભંડારો રખાયો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.