અહી સુંદર યુવતીઓ તરસે છે યુવકો સાથે લગ્ન કરવા માટે, યુવતીઓ સુંદર હોવા છતાં પણ નથી મળતા લગ્ન માટે યુવકો

આપણને એવું સાંભળવા મળે છે કે કોઈ છોકરા માટે લગ્ન માટે છોકરી નથી મળતી કે છોકરીઓની અછત છે અથવા કહી શકાય કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. અત્યારે ઘણા પુરુષો કુંવારા પણ રહી જાય છે કારણ કે લગ્ન લાયક કોઈ સ્ત્રી મળતી નથી. આવું આપણે ઘણી જગ્યાએ જોયું પણ હશે કે કોઈને લગ્ન યોગ્ય સ્ત્રીના મળી હોય આનું મુખ્ય કારણ પુરુષોના પ્રમાણમા સ્ત્રીઓનું ઓછું હોવું જ છે.

પણ અમે તમને એક ગામ વિશે જણાવશુ જ્યાં છોકરીઓને લગ્ન કરવા માટે છોકરાઓ નથી મળતા. આ ગામ દરેક ગામો કરતાં થોડું અલગ છે એવું આ બાબત પરથી લાગે છે. તમે વિચરશો કે આવું તે વળી કેમ હશે? ત્યાની છોકરીઓ સુંદર પણ બહુ છે, દેખાવડી પણ છે, સ્વભાવથી સારી પણ છે અને મુખ્ય વાત કે કોઈ ખોડખાંપણ વગરની છે.

તો પછી મનમાં સવાલ થશે કે આવું બની જ કઈ રીતે શકે કે આવી સરસ યુવતીઓને કોઈ યુવક પસંદ ના કરી શકે કે તેમના લગ્ન માટે કોઈ યુવક જ ના મળે. આટલી સુંદર અને દેખાવડી હોવા છતાં પણ તેમણે કોઈ યુવક કેમ મળતો નથી લગ્ન માટે? આ એકદમ આશ્ચર્યજનક વાત છે.

આ ગામની કુંવારી યુવતીઓ પોતાના લગ્ન યોગ્ય યુવક શોધી રહી છે અને લગ્ન માટે તરસી રહી છે. આખા દેશમાં અત્યારે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન ચાલે છે દિકરીઓને બચાવવા માટે ત્યારે આ ગામમાં લગ્ન માટે ઊલટું યુવકો નથી મળતા. અહી લગ્ન લાયક છોકરીઓને લગ્ન કરવાની ઉમર વીતી રહી છે પરંતુ તેમણે કોઈ યુવક મળતો નથી. આ ગામમાં એક થી એક સુંદર અને ચડિયાતી છોકરીઓ લગ્ન માટે રાહ જોઈ રહી છે પરંતુ તેમની સાથે લગ્ન કરવા માટે કોઈ યુવક નથી.

આ ગામનું નામ છે કોર્ડેરો છે અને તે બ્રાઝિલ દેશમાં આવેલું ગામ છે. જયાની યુવતીઓ સુંદર, દેખાવડી ને ઉમરલાયક હોવા છતાં પણ તેમની સાથે કોઈ લગ્ન કરવા માટે તૈયાર નથી થતું. આનું મુખ્ય કારણ બીજું કઈ નહીં પરંતુ એ છે કે આ ગામમાં યુવકો જ નથી. હાં, તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે કે આ ગામમાં કોઈ યુવક છે જ નહીં.

આ ગામમાં આશરે ૫૦૦ જેટલી યુવતીઓ કુંવારી છે જે પોતાના માટે યોગ્ય યુવકની શોધમાં છે. અહીની ૨૦ વર્ષથી લઈને ૩૫ વર્ષ સુધીની યુવતીઓ કુંવારી બેઠી છે છતાં પણ તેમણે લગ્ન યોગ્ય યુવક નથી મળતો.

લગ્ન ના થતાં હોવાથી કંટાળીને ઘણી યુવતો આ ગામ છોડીને શહેરમાં જતી રહી કે ત્યાં તેમણે કોઈ યુવક મળી જાય પણ ત્યાં પણ કોઈ યુવક તેમની સાથે લગ્ન માટે રાજી ના થયો. હજુ પણ નવાઈ લાગશે તમને પણ તેમની સાથે લગ્ન માટે કોઈ યુવક રાજી ના થયો તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે યુવતીઓ દ્વારા એક શરત રાખવામા આવે છે કે તેમની સાથે જે કોઈ યુવકા લગ્ન કરશે તેણે તે યુવતી સાથે તેણે ગામમાં રહેવું પડશે અને આજ કારણ છે કે તે યુવતીઓ સાથે કોઈ યુવક લગ્ન કરવા તૈયાર નથી થતો.

Leave a Reply

Your email address will not be published.