લુણાવાડામાં અકસ્માત, મામલતદાર અને ડ્રાઈવરે જીવ ગુમાવ્યો, ફોટો જોઇ કંપી ઉઠશો

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મહિસાગરમા સામે આવી છે. મોડી રાત્રે એક સરકારી ગાડી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મામલતદાર અને તેના ડ્રાઈવરનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરી મામલતદારની ગાડીના ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં મામલતદારની સરકારી ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

રિપોર્ટ અનુસાર લુણાવાડાના મામલતદાર રાકેશ ડામોર તેમની સરકારી ગાડીમાં ગઇ કાલે મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે સમયે ખલાસપુર ગામ પાસે મામલતદારની ગાડીનો સામેથી આવતી અશોક ટ્રાવેલ્સ નામની બસ સાથે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, મામલતદાર રાકેશ ડામોરની સરકારી ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને મામલતદાર રાકેશ ડામોર અને તેમના ડ્રાઇવર વિજયરાજ પગીનું ગંભીર ઈજા થવાના કારણે મોત નિપજયુ હતું. અકસ્માતની ઘટનામાં મામલતદારની સરકારી ગાડી જમણી બાજુથી આખી ચિરાઈ ગઈ હતી.

ઘટનાને પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મામલતદાર રાકેશ ડામોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલે લઇ જતા સમયે મામલતદારનું રસ્તામાં મોત નીપજ્યું હતું અને ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. તેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી મામલતદાર અને સરકારી ગાડીના ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.