અભણ હોવાં છતાં બનાસકાંઠાના નવલબેન દરરોજનું 1,000 લીટર દૂધના ઉત્પાદનમાંથી વર્ષે કરી રહ્યાં છે કરોડોની કમાણી

હાલમાં ગામડાનાં મોટાભાગનાં લોકો ખેતી અને પશુપાલન એમ ફક્ત 2 જ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાંથી અનેક પરિવારોને રોજીરોટી તો મળી રહી છે જ આની સાથે-સાથે લાખોની કમાણી પણ થઈ રહી છે ત્યારે હાલમાં પશુપાલનને લઈ આવાં જ એક સફળ પશુપાલકને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ નગાણા ગામના અભણ મહિલાએ દૂધમાં શ્વેતક્રાંતિ સર્જી છે.

વર્ષ 2020માં અધધ… કહી શકાય એટલાં રૂપિયા એટલે કે, કુલ 1.10 કરોડ રૂપિયાનું દૂધ ભરાવીને રેકોર્ડ સર્જ્યો છે. આ અભણ મહિલા દર મહિને કુલ 3.50 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે તેમજ આગામી વર્ષ દરમિયાન હજુ પણ વધારે આર્થિક ઉપાર્જન માટે કટિબધ્ધતા વ્યકત કરી રહ્યા છે. બનાસકાંઠાની પશુપાલક બહેનો પરિવારની દેખભાળની સાથે પશુપાલન વ્યવસાયમાં શ્વેતક્રાંતિ સર્જી રહી છે.

વર્ષ 2020માં 1 કરોડનું ટર્નઓવર :
વડગામ તાલુકામાં આવેલ નગાણા ગામના 62 વર્ષીય અભણ મહિલા નવલબેન દલસંગભાઇ ચૌધરીની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ કે, જેમણે દૂધમાં વર્ષ 2020માં 1,10,93,000 રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવીને પોતાના નામે રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ અંગે નવલબેન ચૌધરી જણાવે છે કે, મારા 4 દીકરાઓ એમ.એ.બી.એડ.નો અભ્યાસ કરીને નોકરી રહ્યા છે.

જ્યારે હું 80 ભેંસ તથા 45 ગાયોને રાખી દરરોજનું સવાર-સાંજનું કુલ 1,000 લીટર દૂધનું ઉત્પાદન કરીને એને ડેરીમાં ભરાવું છું. ગયા વર્ષે 2019-’20 માં કુલ 87.95 લાખ રૂપિયાનું દૂધ ભરાવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે આ વર્ષ દરમિયાન પણ કુલ 1,10,93,52,600 રૂપિયાનું દૂધ ભરાવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આમ, દર મહિને કુલ 3.50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળે છે. આગામી વર્ષમાં પણ સહુથી વધારે દૂધ ભરાવવાનું મારું સપનું રહેલું છે.

5 એવોર્ડ મેળવ્યા છે :
નવલબેન દલસંગભાઇ ચૌધરીને કુલ 2 બનાસ લક્ષ્મી એવોર્ડ તથા કુલ 3 એવોર્ડ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય-ગાંધીનગર દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

11 માણસો કામ કરી રહ્યા છે :
આ અભણ મહિલા નવલબેન ચૌધરી કુલ 11 માણસોને રાખી તેમની પાસેથી ગાય-ભેંસોની સારસંભાળ રાખવામાં આવી રહી છે. કુલ 11 પરિવારોને રોજીરોટી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.