દગાબાજ પત્નીને પતિએ કરી માફ, પરંતુ વફાદારી માટે મૂકી આ વિચિત્ર શરત

એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ પર તેના લગ્ન જીવનનું એક મોટું રહસ્ય ખોલ્યું છે. મહિલા બે બાળકની માતા છે અને તેનું કહેવું છે કે, તેનો પતિ તેને ત્રીજા બાળક માટે દબાણ કરી રહ્યો છે જે તે ઈચ્છતી નથી

એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ પર તેના લગ્ન જીવનનું એક મોટું રહસ્ય ખોલ્યું છે. મહિલા બે બાળકની માતા છે અને તેનું કહેવું છે કે, તેનો પતિ તેને ત્રીજા બાળક માટે દબાણ કરી રહ્યો છે જે તે ઈચ્છતી નથી. પતિ ત્રીજુ બાળક કેમ ઇચ્છે છે, તેનું કારણ મહિલાએ જણાવ્યું.

મહિલાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેનાથી એક મોટી ભૂલ થઈ હતી, તેણે જણાવ્યું કે, બે વર્ષ પહેલા તેની ઓફિસના એક સહકર્મી સાથે તેનો સંબંધ હતો જેનો તેને હવે પસ્તાવો થાય છે. મહિલાએ લખ્યું, મારા પતિ હેરી પ્રત્યે મારો પ્રેમ ઓછો થઈ ગયો હતો, મને લાગતું હતું કે, મારો પ્રેમિ મને સાચ્ચો પ્રેમ કરે છે.

હું તેની સાથે એક નવું જીવન શરૂ કરવાનું વિચારી રહી હતી. પરંતુ મારું દિલ ત્યારે તૂટ્યૂ જ્યારે મને ખબર પડી કે તે અન્ય કોઈ મહિલા માટે મને છેતરી રહ્યો છે. મહિલાએ લખ્યું, મારું જીવન બરબાદ કરવા માટે હું જવાબદાર છું. જો કે, આમાં સૌથી ખરાબ વાત એ છે કે, મારા સંબંધની જાણ મારા પતિને થઈ અને તે સંપૂર્ણ રીતે તૂટી ગયો.

પરંતુ તેમ છતાં મારા પતિએ મને માફ કરી. અમે બંનેએ એકબીજાને સમજાવ્યા અને પોતાનું લગ્ન જીવન બચાવવામાં સફળ રહ્યા. મહિલાએ વધુમાં લખ્યું, હેરી હવે ત્રીજુ બાળક ઇચ્છે છે અને મને તેનું કારણ ખબર છે. હેરી એટલા માટે ત્રીજુ બાળક ઇચ્છે છે કે, તે આ વાતને લઇને ખાતરી કરવા માંગે છે કે હું હમેશાં તેની સાથે રહીશ.

મેં ઘણી વખત તેને આ વાતની ખાતરી આપી છે કે, હવે હું ક્યારે કોઈ અન્ય સાથે સંબંધ નહીં બનાવું અને મેં જે પણ કર્યું છે તેના માટે મને પસ્તાવો છે. મહિલાએ તેની સમસ્યા જણાવતા લખ્યું, મને નથી લાગતું કે હું ત્રીજા બાળકને સંભાળી શકીશ. હું હજુ પણ ભાવનાત્મક રીતે ઘણી નબળી છું પરંતુ હેરી મને વારંવાર ત્રીજા બાળક માટે કહી રહ્યો છે.

હું ખેરખરમાં હજુ એક બાળક ઇચ્છતી નથી. મારી બંને પ્રેગ્નેન્સી બાદ હું ઘણી બીમાર રહી હતી અને ફરીથી હું આ બધુ વિચારીને ગભરાઈ રહી છું. માનસિક રીતે પણ ત્રીજા બાળક માટે હું તૈયાર નથી. મારા માટે બે બાળક સંભાળવા ખુબ જ મુશ્કેલ કામ છે. મેં મારા મિત્રો પાસેથી સાંભળ્યું છે કે, ત્રણ બાળકને સંભાળવા કેટલું મુશ્કેલ કામ છે.

મહિલાએ વધુમાં લખ્યું કે, તાજેતરમાં મને મારા જૂના પ્રેમીનો એક ઈ-મેઇલ આવ્યો હતો, જેમાં તે મારા હાલચાલ પૂછી રહ્યો હતો. મેં તેને બ્લોક કરી દીધો કેમ કે, હું નથી ઇચ્છતી કે હેરી તે જોઈ જાય. તેનો ઈ-મેઈલ જોયા બાદ ફરી એકવાર મને બધુ યાદ આવી ગયું છે. મને પસ્તાવો થઈ રહ્યો છે કે, મેં હેરીને કેટલું દુ:ખ પહોંચાડ્યું છે.

મને મારી જાત પર નફરત થઈ રહી છે. મેં તેને એટલું અસુરક્ષિત અનુભવ કરાવ્યું છે. મને ખબર છે હું તેના વિશ્વાસને લાયક નથી, પરંતુ મને તેના વિશ્વાસની જરૂરિયાત છે. હવે હું તેને ક્યારે કોઈ પ્રકારની તકલીફ નહીં આપું.

મહિલાએ અંતમાં લખ્યું, જે પણ થયું પરંતુ ત્રીજુ બાળક તે સમસ્યાનો ઉકેલ તો ન હોઈ શકે. હું હેરીને સમજાવી રહી છું કે, હું હવે પહેલા જેવી નથી જે હું 2 વર્ષ પહેલા હતી. હું તેને હવે ક્યારે દગો આપીશ નહીં. હું હમેશાં તેને પ્રેમ કરીશ અને તેના પ્રત્યે વફાદાર રહીશ. તેના માટે મને ત્રીજા બાળકથી બાંધવાની જરૂરિયાત નથી.

Leave a Reply

Your email address will not be published.