લગ્ન ની લાલચ આપી યુવક થયો લુંટેરી દુલ્હન નો શિકાર , લગ્નના સાત જ દિવસમાં યુવતી રફુચક્કર

નાગઢ જિલ્લામાં વધુ એક યુવક લૂટેરી દુલ્હન (Bride)નો ‘શિકાર’ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતી-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ એક છોકરી સાથે ઓળખાણ કરાવી હતી. બંનેએ કહ્યું હતું કે, યુવતી તેની સંબંધીની દીકરી છે અને તેનું નામ ભગવતી છે. આ રીતે બંનેએ યુવકને લગ્ન ની લાલચ આપી હતી. ભરત અને અરુણાના કહેવા પ્રમાણે ભગવતી અને સતીશના લગ્ન પણ થયા હતા. જોકે, ભગવતી ફક્ત સાત જ દિવસમાં સતીશના ઘરેથી 70 હજાર રૂપિયાનો મોબાઇલ, એક લાખથી વધુના દાગીના અને રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. લગ્નની લાલચે સતીશ સાથે કુલ 2.75 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

થોડા દિવસો બાદ યુવતીની કથિત માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈ ઉર્ફ અનિરુદ્ધસિંહ ગોહિલ જૂનાગઢના આંબલીયા ગામ ખાતે આવ્યા હતા. અહીં ભોગ બનનારા સતીશ અને ભગવતીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેના લગ્ન થયા હતા. જોકે, લગ્ન પહેલા આ ટોળકીએ સતીશ પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. જે બાદમાં 20 ઓગસ્ટ, 2020ના રોજ સતીશ અને ભગવતીના લગ્ન કરાવી નાખ્યા હતા. લગ્ન વખતે ઠગ ટોળકીએ બીજા 20 હજાર રૂપિયા લીધા હતા. લગ્નમાં અંદાજીત એક લાખ રૂપિયાના ધરેણા અને નવવધૂને સતીશે ગિફ્ટમાં 70 હજારનો મોબાઇલ ફોન આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.