ખાલી દુલ્હનના જ ફોટા ક્લિક કરી રહ્યો હતો ફોટોગ્રાફર, વરરાજાએ મારી થપ્પડ, Video વાયરલ

સોશિયલ મીડિયામાં લગ્નનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો ઘણા હસી રહ્યા છે. લોકો જ નહીં સ્ટેજ પર રહેલી દુલ્હન પણ હસી-હસીને લોટપોટ થઈ જાય છે અને નીચે પડી જાય છે.

આ વીડિયોને ફેસબુક અને ટ્વિટર પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દુલ્હન અને વરરાજા લગ્નના સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે. સ્ટેજ પર એક ફોટોગ્રાફર આવી જાય છે અને તેમને પોઝ આપવા માટે કહે છે. થોડા સમય પછી ફોટોગ્રાફર વરરાજાને સાઇડમાં કરીને ફક્ત દુલ્હનની તસવીરો ક્લિક કરવા લાગે છે. પતિની સામે આટલી નજીકથી પત્નીની કોઈ તસવીર ખેંચે તો શું થાય તે બધા જાણે છે. વરરાજા ક્રોધિત થઈને ફોટોગ્રાફરને થપ્પડ મારે છે.

ફોટોગ્રાફર થપ્પડ ખાધા પછી હસીને સાઇડમાં થઈ જાય છે. બીજી તરફ દુલ્હન હસી હસીને લોટપોટ થઈ જાય છે અને નીચે પડી જાય છે.

આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આટલું જ નહીં લોકો આ વીડિયો પર ઘણા ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.