આ ગામમાં દાયકાઓથી કોઈ બાળક જનમ્યું નથી, ગામની બહાર જ બાળકને જન્મ આપવામાં આવે છે,જાણો કારણ

આ ગામ વિશે તમને જાણીને નવાઈ લાગશે. પણ આ ગામ એવું છે જ્યાં છેલ્લા 50 વર્ષમાં કોઈ બાળકનો જન્મ થયો નથી. અને આ ગામ મધ્ય પ્રદેશના ભોપાલથી આશરે 70 કિ.મી.ના અંતરે આવેલું છે.અને આ ઘટના રાજગઢના સાંકા જાગીર ગામની છે.

ડિલિવરી ગામની સીમાની બહાર કરવામાં આવે છે:આ ગામની સગર્ભા મહિલાઓ જ્યારે પણ પીડા થાય છે ત્યારે તેને ગામની બહાર લઈ જવામાં આવે છે. અને સગર્ભા મહિલાઓ ગામની હદની બહાર આવેલા રૂમમાં રાખવામાં આવે છે.અને જ્યાં તેમને પહોંચાડવામાં આવે છે.

ગ્રામના લોકોની માન્યતા:આ ગામલોકોનું માનવું છે કે જો બાળક ગામની અંદર જન્મે છે, તો તે કાં તો મરી જશે અથવા તો અપંગ થઈ જશે.ડિલિવરીના થોડા કલાકો બાદ જ્યારે બાળક તંદુરસ્ત હોવાની ખબર મળે છે, ત્યારે ગ્રામજનોએ તેમને ગામની અંદર આવવા દે છે. ગામના વડીલોના જણાવ્યા પ્રમાણે 50 વર્ષથી તેઓએ આ ગામમાં કોઈ બાળકનો જન્મ જોયો નથી.

ગામના કેટલાક લોકો જણાવે છે કે એક સમયે ગામમાં શ્યામજીનું મંદિર હતું.અને તેની પવિત્રતા જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.અને ત્યારથી સગર્ભા મહિલાઓની ડિલિવરી ગામમાંથી બહાર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.