૧૫ ફેબ્રુઆરી અને સોમવારના દિવસે આવી રહી છે વિનાયક ચતુર્થી, જાણો મહત્વ અને પૂજા વિધિ

મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ જયંતિના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ ગણેશ ચતુર્થી મહા મહિનાની વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ વખતે ગણેશ જયંતિ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સોમવારના દિવસે આવી રહી છે. આ વર્ષે ગણેશ જયંતિ પર રવિ યોગ બની રહ્યો છે. દક્ષિણ ભારતની માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયેલો હતો. માન્યતા છે કે આ દિવસે વિધિ-વિધાનપૂર્વક વ્રત અને પૂજન કરવા વાળા લોકોની બધી મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ મહત્વ અને પૂજા વિધિ વિશે.

શુભ મુહૂર્ત

વિનાયક ચતુર્થીની તિથિનો આરંભ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ રવિવારના દિવસે રાત્રે એક વાગ્યે અને ૫૮ મિનિટ પર થશે. આ ચતુર્થી તીથીનો અંત ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ અને સોમવારે ૩ વાગ્યે અને ૩૬ મિનિટ પર થશે. ગણેશ જયંતીના દીવસે શુભ મુહૂર્તમાં પૂજન કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવા માટે ૧૧ વાગ્યે અને ૨૮ મિનિટથી લઈને બપોરે ૧ વાગ્યે ૪૩ મિનિટ સુધી શુભ મુહૂર્ત રહેશે. આમ પૂજાની વિધિ માટે સમયગાળો કુલ ૨ કલાક અને ૧૪ મિનીટ સુધી રહેશે. જણાવી દઈએ કે આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે, જે ૧૫ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગ્યે અને ૫૯ મિનિટથી લઈને સાંજે ૬ વાગ્યે અને ૨૯ મિનિટ સુધી રહેશે.

ગણેશ જયંતી મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ જયંતીના દિવસે વિધિવત્ પ્રેમપૂર્વક ગણેશજીનું પૂજન કરવા વાળા લોકોને આખું વરસ ગણેશ ચતુર્થીના વ્રતની શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજી બુદ્ધિ અને શુભતાના દેવતા છે. તેઓની કૃપાથી જીવનમાં સુખ તથા શુભફળ આવે છે અને વ્યક્તિની બધી બાધાઓ દૂર થાય છે. ગણેશ જયંતીના દિવસે ભગવાન ગણેશને લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, લાલ ચંદન, લાલ મીઠાઈ વગેરે વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.

પૂજા વિધિ

  • ગણેશ જયંતીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને ધ્યાન કરવું જોઈએ. ત્યારબાદ ગણપતિ બાપાના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ.
  • દિવસમાં કોઈ શુભ મુહૂર્ત પર કોઈ પાટ, ચોકી અને લાલ કપડું પાથરીને ગણેશજીની પ્રતિમા તથા ચિત્રની સ્થાપના કરવી જોઈએ.
  • ત્યારબાદ ગંગાજળનો છંટકાવ કરીને ગણપતિ બાપાને પ્રણામ કરવા જોઈએ.
  • ગણપતિ બાપાને સિંદૂરનું તિલક કરીને ધૂપ દીપ કરવા જોઈએ.
  • ગણેશ ભગવાનને તેમની પ્રિય વસ્તુઓ લાડુ, પુષ્પો, સિંદૂર અને ૨૧ દુર્વા અર્પણ કરવા જોઇએ.
  • ત્યારબાદ પૂરા પરિવાર સાથે ગણેશજીની આરતી કરવી જોઈએ. કેટલાક લાડુ પ્રતિમાની પાસે રાખી દેવા જોઈએ અને બાકીના લાડુ સૌથી પહેલા બ્રાહ્મણને અને અન્ય પરિવારના લોકોને વહેંચી દેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.