એવું તો શું છે આ દારૂની એક બોટલમાં કે, જે લાખો રૂપિયા આપીને પણ ખરીદવા તૈયાર છે!

હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. સમગ્ર વિશ્વમાં કેટકેટલાય એવા લોકો છે કે, જેઓ મોંઘામાં મોંઘી દારૂ એટલે કે, શરાબના ખુબ શોખીન હોય છે પરંતુ શું તમે ક્યારેય પણ એવું સાંભળ્યું છે કે, દારુની એક બોટલની કિંમત 39 લાખ રૂપિયા હોય!

હાલમાં આવી જ એક ચોંકાવનાર જાણકારી સામે આવી છે કે, ફક્ત એક બોટલ 39 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. આ દારુની એક બોટલ 39 લાખ રૂપિયામાં મળતી બોટલની ખરીદી ઘણાં લોકો કરે છે. આ ઘટના હોંગકોગમાંથી સામે આવી છે કે, જ્યાં દારૂની નિલામીમાં ગ્લેન ગ્રાન્ટ વ્હિસ્કીની એક બોટલ હરાજીમાં 39 લાખ રૂપિયામાં વેચાઈ છે.

દારુની બોટલ 72 વર્ષ જૂની હોવાંથી મોંઘી વેચાઈ:

તમને વિચાર આવતો હશે કે, આખરે આ દારુમાં છે એવું તો શું છે? આટલી મોઘું વેચાણ થવા પાછળની શું ખાસિયત છે કે ખરીદનારે તેના 39 લાખ રૂપિયા ચૂકવ્યા છે. હકિકતમાં આ દારુની બોટલ 72 વર્ષ જૂની હતી. જેથી આ મોંઘી વેચાઈ છે. આવું સૌપ્રથમ વખત બન્યું છે કે, જ્યારે વર્ષ 1948માં બનેલ ગ્લેન ગ્રાંટ વ્હિસ્કીની એક બોટલને સ્વતંત્રરૂપથી બોટલર ગાર્ડન તથા મૈકફેલ દ્વારા હરાજીમાં રજૂ કરવામાં આવી હતી.

એક બોટલની હરાજી 54,000 હોંગકોંગ ડોલર અર્થાત અંદાજે 39 લાખ રૂપિયામાં થઈ:

સ્કોટલેન્ડમાં ગ્લેન ગ્રાન્ટ સિંગલ માલ્ટ વ્હિસ્કીની 72 વર્ષ જૂની એક બોટલની હરાજી 54,000 હોંગકોંગ ડોલર એટલે કે, અંદાજે 39 લાખ રૂપિયામાં થઈ છે. આપને જણાવી દઈએ કે, 72 વર્ષ જૂની આ દારૂની બોટલને વેચનારને ફક્ત 3.80 લાખ રૂપિયા મળવાની આશા હતી.

દુર્લભ વ્હિસ્કીમાં લોકોને દિલચસ્પી વધારે બતાવી:

કોરોના મહામારી દરમિયાન આર્થિક અનિશ્ચિતતાઓ હોવાં છતાં દુર્લભ વ્હિસ્કીમાં લોકોને દિલચસ્પી વધુ બતાવી હતી. બોન્હમ્સમાં દારુ તથા વ્હિસ્કી નિષ્ણાંત ક્રિસ્ટોફ પોંગે જણાવે છે કે, અન્ય વેચાણની સરખામણીમાં જૂની વ્હિસ્કીને છેલ્લા 10 વર્ષોમાં કિંમતમાં 4 ગણો વધારો મળ્યો છે. શુક્રવારની હરાજીમાં 35 વર્ષ જૂની એક અન્ય વ્હિસ્કીને બોટલ કુટની સિરેમિક ડિકંટર દ્વારા કુલ 3,72,000 રૂપિયામાં વેચાઈ છે.

Leave a Reply

Your email address will not be published.