શું તમે જાણો છો સુકાયેલા તુલસી ના છોડ પર ખાલી રેડી દો એક ચમચી આ વસ્તુ, ફરી થી છોડ થઇ જશે લીલોછમ, જાણવા જેવું…

હિન્દુ ધર્મ પ્રમાણે તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. તેથી બધા તેની ઘરે તુલસીનો છોડ રોપતા હોય છે. તે રોજે નિયમિત રીતે તેને પુજા પણ કરતાં હોય છે. તેમાં ઔષધીય ગુણ પણ ભરપૂર માત્રામાં રહેલ હોય છે. બધાના ઘરે આ છોડ હોય છે. પરંતુ ઘણી વાર તે વારંવાર સુકાવા લાગે છે. તે પછી તે સડવા પણ લાગે છે. તમારા ઘરના તુલસી પણ જો સુકાવા લાગે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ.

આજે આપણે તેવી જ એક વસ્તુ વિષે જાણવા જઇ રહ્યા છે. આ વસ્તુને તુલસીના છોડમાં માત્ર એક ચમચી ઉમેરવાથી તુલસીઓ છોડ ફક્ત બે દિવસમાં ફરીથી લીલો થઈ જશે. તે પછી તે ફરી ક્યારેય પણ નહીં સુકાય. તેનાથી તમારા તુલસીના છોડનો વિકાસ પણ સારી રીતે થશે અને તેના પાન પણ લીલાછમ રહેશે. તેથી તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ.

કોઈ કારણસર તુલસીના પાન ઘણી વાર ખૂબ નાના થઈ જાય છે અથવા તે કાળા અને પીળા પાડવા લાગે છે. પરંતુ આ રીતનો ઉપયોગ કરવાથી આવી સમસ્યા ક્યારેય પણ નહીં થાય. તેનાથી છોડ હમેશાં માટે લીલો રહેશે. તમારે તેના માટે સૌથી પહેલા તેના બીજ જેમાં થાય છે તે માંજરને કાપવા જોઈએ. આવું કરવા પાછળનું કારણ એ છે કે, જ્યારે તુલસીના બીજ પાકે છે ત્યારે તે સડવા લાગે છે.

તેથી તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ બી પાકે ત્યારે તમારે તેને છોડથી તેનાથી દૂર કરવા જોઈએ. તે બીને તોડી લેવા જોઈએ. તમારો તુલસીનો છોડ ઉગતો ન હોય ત્યારે તમારે તેના માટે ખાસ સંભાળ રાખવી કે તમારે તેને રોજે પાણી ન આપવું જોઈએ. જ્યારે તેના કુંડામાં રહેલ પાણી સંપૂર્ણ પણે સુકાવા લાગે ત્યારે તમારે તેને પાણી રેડવું જોઈએ. રોજે આ છોડને પાણી આપવાથી પાણી વધી જશે અને તેનાથી આ છોડની વૃદ્ધિ થતાં અટકી જાય છે.

તમારે તેના પાનને ફરી લીલા બનાવા ના અને તેના વિકાસને અટકાવવા માટે તમારે સામાન્ય મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ તમે બે રીતે કરી શકો છો તેને તમે પાણીમાં ભેળવીને પણ તુલસીને આપી શકો છો અને તેનો તમે તેના પાન પર છાંટીને પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે તેના કુંડામાં મીઠું પણ નાખી શકો છો. આ રીતે નિથાનું ઉપયોગ કરવાથી તમારા તુલસીના છોડનો વિકાસ સારી રીતે થશે.

Leave a Reply

Your email address will not be published.