કળયુગની દ્રૌપદી : આ મહિલાને એક જ પરિવારના પાંચ ભાઈઓ સાથે કરવા પડ્યા લગ્ન, જાણો તેનું કારણ

હિન્દુ ધર્મના પ્રમુખ ગ્રંથ મહાભારતમાં જણાવેલ દ્રૌપદી વિશે તો સૌ કોઈ જાણતા જ હશે. આપણે સૌએ જોયું હતું કે મહાભારત નામના એક ધારાવાહિક નાટકમાં દ્રૌપદીના પાંચ પતિ હતા. જો કે તેની પાછળ ઘણા કારણો દર્શાવવામાં આવેલા છે. મહાભારતની દ્રૌપદી વિશે તો સૌ કોઈ જાણે જ છે પરંતુ આજે અમે તમને જણાવીશું કે જેવી રીતે દ્રૌપદીએ એક જ પરિવારના પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા એવી જ રીતે આ મહિલાએ પણ કર્યું છે.

લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જે બંધન બાદ પતિ-પત્ની સાત જન્મ સુધી એકબીજાના બની જાય છે. પણ જો એક પત્નીના પાંચ પતિ હોય તો એ કોની સાથે સાત જન્મનો વાયદો કરશે? વર્ષો બાદ આજે પણ બહુપતિ પ્રથા કાયમ છે. ઉત્તરાખંડમાં અમે તમને આજે એવી જ એક મહિલા વિશે જણાવીશું, જેના એક-બે નહીં પણ પાંચ પતિ છે.

ઉત્તરાખંડના દેહરાદુનના એક ગામમાં રાજો વર્મા નામની એક મહિલા રહે છે. રાજો વર્માને ત્યના એક પરિવારના પાંચ ભાઈઓ સાથે લગ્ન કરવા પડેલા છે તથા આ પાંચ ભાઈઓ સાથે એક જેવો જ વર્તાવ રાખવો પડે છે. ૨૫ વર્ષીય રાજોથી તેનો પૂરો પરિવાર પણ ખુશ છે.

રાજો દરેક રાતે અલગ અલગ પતિ સાથે રહે છે અને દરેક પતિને એક સમાન જ પ્રેમ અને સમય આપે છે. રાજોના જણાવ્યા અનુસાર તેમના પરિવારમાં ક્યારેય પણ લડાઈ જગડા નથી થતાં, બધા પ્રેમથી રહે છે. રાજોના પોતાના દરેક પતિ સાથે શારીરિક સંબંધ છે. તે બધા એક જ રૂમમાં રહે છે. દરરોજ રાતે એક ભાઈ સાથે તે રૂમમાં સુવે છે અને બાકીના ચાર ભાઈ ઘરની બહાર સૂઈ રહે છે.

રાજોને એક સંતનમાં પુત્ર પણ છે પરંતુ કોઈને પણ એ વાતની ખબર નથી કે આ પુત્રનો પિતા કોણ છે. જો કે આ વાતને લઈને ક્યારેય ભાઈઓ વચ્ચે તણાવ ઉત્પન્ન નથી થયો. પાંચેય ભાઈઓ મળીને તેના પુત્રની દેખભાળ કરે છે.

રાજોને આ બાબત પર પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યુ કે, તેને ક્યારેય આ બાબતથી પરેશાની નથી થઈ કે તેના પાંચ પતિ છે, ઊલટું તે પોતાને નસીબદાર ગણાવે છે. રાજો કહે છે કે મને ખબર છે કે આ પ્રકારના લગ્ન કાનૂની અપરાધ છે પરંતુ અહિયાં છોકરીઓની કમી ને લીધે આવું કરવું પડે છે.

રાજોના લગ્ન જીવનમાં એક ટોપીનું મહત્વનુ યોગદાન છે. રાજો જે સમયે પોતાના એક પતિ સાથે હોય છે, ત્યારે તેના બીજા પતિ એ રૂમમાં નથી જતાં. રાજો જે પતિ સાથે રૂમમાં હોય છે ત્યારે તે પતિ પોતાની ટોપી રૂમની બહાર રાખી દે છે. બાકીના પતિ તેની મર્યાદા રાખતા એ રૂમમાં જતાં નથી.

Leave a Reply

Your email address will not be published.