ક્રિક્રેટર જસપ્રીત બુમરાહ પર ફિદા છે આ ખુબસુંદર અભિનેત્રી- તસ્વીરો જોઇને તમે પણ દીવાના થઈ જશો

ફિલ્મ જગતમાં કામ કરી રહેલ અનુષ્કા શર્મા તથા ભારતીય ક્રિક્રેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને એકબીજા સાથે પ્રેમ થતાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. આની સાથે જ થોડા દિવસ પહેલાં વિરાટ કોહલીને ત્યાં અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો હતો. જયારે કોરોનાકાળમાં પ્રખ્યાત ક્રિક્રેટર યુઝ્વેન્દ્ર ચહલે પણ ડાન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યાં હતાં.

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. આ જાણકારી ક્રિક્રેટ જસપ્રીત બુમરાહને લઈ સામે આવી રહી છે. સાઉથ ફિલ્મ જગતમાં પ્રખ્યાત અભિનેત્રી રાશી ખન્નાને બુમરાહનાં પ્રેમમાં પાગલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોલિવૂડ ક્રિકેટરોને પોતાનું દિલ આપવા પાછળ નથી. એક બાજુ વિરાટ તથા અનુષ્કાના પ્રેમ અને તેમના લગ્નની હેડલાઇન્સ બની છે. બીજી તરફ બોલિવૂડ અભિનેત્રીની જોડી ક્રિકેટરો કંઈ નવી વાત નથી. ગ્લેમરની દુનિયામાં સ્ટાર્સ એકબીજા સાથે પરિચિત થવું એકદમ આસાન બની જતું હોય છે.

હાલમાં એક બીજો નવો પ્રેમ સામે આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના સફળ બોલર જસપ્રિત બુમરાહનાં પ્રેમમાં બોલિવૂડની અભિનેત્રી પડી ગઈ છે. બુમરાહમાં જેનું દિલ આવી ગયું છે તે બીજું કોઈ નહીં પરંતુ સાઉથ સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રી રાશી ખન્ના છે.

રાશીએ દક્ષિણની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમ કે, સત્યમમૂર્તિ -2, શિવમ, જીલ, હાયપર અને બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રાશી તેના સોશિયલ મીડિયા પર બુમરાહના વખાણ કરતા થાકતી નથી. તે જણાવે છે કે, તે બુમરાહની રમતને પસંદ કરે છે અને તે તેની સૌથી મોટી ચાહક છે.

Leave a Reply

Your email address will not be published.