બોલીવુડની આ એક્ટ્રેસનાં પ્રેમમાં પાગલ હતા રાજ ઠાકરે, પરંતુ એક કારણને લીધે તુટી ગયો સંબંધ

એક સમયે હિરોઈન સોનાલી બેન્દ્રે ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર ટોપ ની હિરોઈન રહી ચૂકી છે. લાખો લોકો તેણે પસંદ કરતા હતા. સોનાલીએ પોતાની માસૂમિયત અને મુસ્કાન થી ઘણા લોકોના ડિલ ચોરી લીધા હતા. આજે ઇન્ડસ્ટ્રીમાં સોનાલી સક્રિય તો નથી પરંતુ તેની ચર્ચા થતી રહેતી હોય છે. સોનાલી બેન્દ્રે બોલિવૂડની ઘણી સફળ ફિલ્મોમાં કામ કરેલ છે.

સોનાલીને દર્શકોએ તેના અભિનયથી ખૂબ જ પસંદ કરી છે. સોનાલી પોતાના અભિનય સિવાય પોતાની જિંદગી થી પણ ચર્ચામાં રહી છે. તેનું નામ પ્રખ્યાત રાજકીય નેતા રાજ ઠાકરે સાથે પણ જોડવામાં આવેલ હતું. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને વાત છેક લગ્ન સુધી પણ પહોંચી ગઈ હતી. પરંતુ બાલા સાહેબ ઠાકરેને કારણે વાત આગળ પહોંચી શકી નહીં. તો ચાલો આજે આપણે સોનાલી બેન્દ્રેનાં જીવન સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતોથી પરિચિત કરાવીએ.

સોનાલી બેન્દ્રેનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૭૫માં મુંબઈમાં થયો હતો. સોનાલી રામનારાયણ લોહિયા કોલેજ મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કોલેજમાં અભ્યાસ દરમિયાન તેણે વર્ષ ૧૯૯૪માં મોડલિંગની શરૂઆત કરી હતી. ખુબ જ જલ્દી તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક પણ મળી હતી. સોનાલી બેન્દ્રેની સુંદરતાનો તેમાં મહત્વનો રોલ રહ્યો હતો. ૨૦ વર્ષની ઉંમરમાં જ સોનાલી હિન્દી સિનેમા પોતાના પગલાં માંડ્યા હતા.

વર્ષ ૧૯૯૫માં સોનાલી બેન્દ્રેએ આગ ફિલ્મથી બોલિવૂડમાં પગલાં રાખ્યા હતા. આ પહેલા તેને સોહેલ ખાનનાં પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ “રામ” ઓફર થઈ હતી. પરંતુ તે કોઈ કારણવશ આ ફિલ્મમાં કામ કરી શકી નહીં. ફિલ્મ “આગ” માં તેણે સુપરસ્ટાર ગોવિંદા સાથે કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ખાસ ચાલી શકી નહીં.

સોનાલી બેન્દ્રેને આ ફિલ્મને લીધે ૧૯૯૬માં “દિલ જલે” ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સોનાલીની સાથે મશહૂર અભિનેતા અજય દેવગને મુખ્ય રોલ કર્યો હતો અને ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળ રહી હતી. અજય દેવગનની સાથે સોનાલી બેન્દ્રે અને દિગ્ગજ અભિનેતા અમરીશ પુરીનાં કામની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

સોનાલી બેન્દ્રે ફિલ્મોની સાથે પોતાના અંગત જીવનને લીધે પણ ચર્ચામાં રહી છે. તેનું અફેર રાજ ઠાકરે સાથે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઇ ગયા હતા અને રાજ ઠાકરે સોનાલી સાથે લગ્ન કરવા પણ માગતા હતા, પરંતુ શિવસેના પ્રમુખ બાલ ઠાકરેને આ લગ્ન મંજૂર હતા નહીં. કારણકે રાજ ઠાકરે પહેલેથી જ વિવાહિત હતા.

બાલા સાહેબ ઠાકરેએ આ લગ્નને લઈને ના પાડી હતી. સોનાલી બેન્દ્રેએ બાદમાં વર્ષ ૨૦૦૨માં ૧૨ નવેમ્બરનાં રોજ ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા. આજ બંને એક દીકરાનાં માતા-પિતા છે. લગ્ન પછી તેણે થોડીક ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ પછીથી તેણે ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી જાળવી લીધું હતું.

ઘણા સમય બાદ સોનાલી બેન્દ્રે ચર્ચામાં આવી હતી, જ્યારે તેને વર્ષ ૨૦૧૮માં કેન્સરનો રોગ થયો હતો. પરંતુ તે કેન્સરનાં રોગને હરાવવામાં સફળ રહી હતી. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. વિદેશમાં ઘણા મહિનાઓ સુધી સોનાલીનાં કેન્સરનો ઈલાજ ચાલુ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.