ફિલ્મોમાં તમે Anaconda જોયો હશે, પણ રસ્તા વચ્ચે આવી જાય તો શું કરશો?

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વાયરલ વીડિયો  સામે આવતા હોય છે. સાપો સાથે જોડાયેલા આ વીડિયો સામે આવે છે, પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વિશાળકાય એનાકોન્ડા રસ્તો પાર કરવા લાગે છે તો લોકોએ પણ ટ્રાફિક રોકી દીધો. તમામ વાહનો ત્યાં સુધી ઊભા રહ્યા જ્યાં સુધી એનાકોન્ડાએ રોડ ક્રોસ ન કરી દીધો. આ વીડિયોને જોયા બાદ તમે પણ માનવતાના વખાણ કરતા થાકશો નહીં.

એનાકોન્ડાએ કોઈની પર હુ-મલો ન કર્યો

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ આ વીડિયો ને અઢી લાખથી વધુ લોકોએ જોયો છે. તેમાં જોઈ શકાય છે કે વિશાળકાય એનાકોન્ડા રસ્તો પાર  કરી રહ્યો છે. એવામાં લોકોએ પોતાના વાહનો  ઘણે દૂર જ રોકી દીધા. એનાકોન્ડાને રસ્તો પાર કરવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ કોઈએ વાહન આગળ ન વધાર્યુ. કેટલાક લોકો એનાકોન્ડા ની ખૂબ નજીક જઈને વીડિયો પણ ઉતારવા લાગ્યા, પણ તેણે કોઈની પર હુ-મલો ન કર્યો. લોકો સુરક્ષિત અંતરથી એનાકોન્ડાને રસ્તો પાર કરતા જોતા રહ્યા.

સોશિયલ મીડિયા યૂઝર્સ કરી રહ્યા છે વખાણ

આ વાયરલ વીડીયો ને જોયા બાદ લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, જોઈને સારું લાગ્યું કે લોકો જાનવરોની મદદ કરી રહ્યા છે. બીજા એક યૂઝરે લખ્યું કે, ખૂબ આભાર કે આ સુંદર સાપને માર્યો નહીં. આ વીડિયો બ્રાઝીલ નો હોવાનું કહેવાય છે.

યુવાને એનાકોન્ડા સાથે બાથ ભીડી

અન્ય એક અહેવાલમાં પોતાના ડોગીનો જીવ બચાવવા યુવાને એનકોન્ડા સાથે પણ બાથ ભીડી હોવાનું જાણવા મળે છે. બ્રાઝિલ માં લાયન નામનો પાલતુ કૂ-તરોતળાવના કિનારે પાણી પીતો હતો ત્યારે એનાકોન્ડાએ લાયન પર હુમલો કર્યો હતો. પરંતુ સદભાગ્યે પોતાના પાલતુ ડોગીને બચાવવા કાર્લિનહોસ ત્યાં આવી ગયો અને તેણે વિશાળ સાપના જડબામાંથી કૂતરાને બહાર ખેંચી લીધો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *