ખાખી વર્દીમાં એકાએક સામે આવેલી દીકરીને સેલ્યૂટ મારતા પિતાની છાતી ગદ ગદ ફૂલી ગઇ

દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે તેમના સંતાનો સફળતાની ટોચ પર પહોંચે અને તેઓ જે કઇ પણ કરે તે શ્રેષ્ઠ કરે. મમ્મી- પપ્પાઓ બાળકોના સારા ભવિષ્ય માટે માત્ર સંપતિ  કે ગ્રોથ નહીં પણ, બાળકો સખત મહેનત કરીને અન્ય માટે પ્રેરણા રૂપ બને એવી અભિલાષા રાખતા હોય છે.  પરંતું જયારે માતા- પિતાના પ્રોફેશનમાં જ સંતાનો મોટી વસ્તુઓ કે પદ પ્રાપ્ત કરે છે ત્યારે માતા-પિતાનો સંતોષ અને ખુશી એક નવી ઉંચાઇએ પહોંચે છે. એક એવી જ તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી છે જેમાં દિકરી પોલીસમાં ડીએસપી છે અને તેના પિતા ઇન્સપેકટર છે. પોલીસ પ્રોટોકોલ પ્રમાણે ઉચ્ચ અધિકારીને સલામ મારવાની હોય છે. એક પ્રસંગે પિતા અને દિકરી સામે સામે આવ્યા ત્યારે પિતાને દિકરીને સલામ કરતી વખતે જે ઉચ્ચતમ આનંદનો અનુભવ કર્યો તે ચહેરા પરથી દેખાય રહ્યો છે.પોતાની દિકરી ઉચ્ચ અધિકારી હોય એટલે પિતાની છાતી ગદગદ ફુલી ગઇ હતી.

વર્દી પહેરવાનું એક પિતા માટે ગર્વની ક્ષણ હોય છે, જયારે તેમના પુત્ર કે પુત્ર તેમના કરતા પણ મોટા અધિકારી બને અને તેમણે  પોતાના સંતાનને સેલ્યૂટ કરવી પડે. આવું જ આંધ્રપ્રદેશના તિરુપતિમાં ફરજ બજાવતા શ્યામ સુંદર સાથે બન્યું. ગુંટૂરમાં ફરજ બજાવતી તેમની દિકરી જે સી પ્રશાંતિ જેવી અધિકારીની વર્દીમાં તેમની સામે આવી ત્યારે શ્યામ સુંદરની છાતી ગર્વથી પહોળી થઇ ગઇ અને દિકરીને ચહેરા પર સસ્મિત સાથે સલામ કરી.

પિતા- પુત્રીનું આ મિલન તસ્વીરોમાં કેદ થયું અને દિકરીને સલામ કરી રહેલા પિતાની તસ્વીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ ગઇ. શ્યામ સુંદરની દિકરી જેસી 2018 બેચની પ્રોવેન્સિયલ પોલીસ અધિકારી છે અને હાલમાં ગુંટૂર રૂરલમા ડેપ્યુટી સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ ( ડીએસપી) તરીકે તૈનાત છે. આંધ્ર પ્રદેશ પોલીસ તિરુપતીમાં પોલીસ ડયૂટી- મીટ 2021નું આયોજન કરી રહી છે, જયાં પ્રશાંતિની પણ ડયૂટી લગાવવામાં આવી છે.

આ પોલીસ મીટમાં પ્રશાંતિના પિતા શ્યામ સુંદર પણ ડયૂટી પર હાજર હતા. તે વખતે તેમની દિકરી પ્રશાંતિ તેમને સામે મળી ગઇ ત્યારે શ્યામ સુંદર એક પિતા ભુલીને અધિકારી તરીકે કહ્યું હતું, નમસ્તે મેડમ અને દિકરીને સલામ કરી હતી. પ્રશાંતિના પિતા શ્યામ સુંદર તિરુપતિ પોલીસ ટ્રેનિંગ સ્કુલમાં સર્કલ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે.

Leave a Reply

Your email address will not be published.