આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં રીક્ષા ચાલકને આપી ટિકિટ, જાણો કોણ છે આ વ્યક્તિ

ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી મામલે એક સાવ સામાન્ય વ્યક્તિને ટિકિટ આપીને ચૂંટણી મેદાને ઉતાર્યો છે. આમ આદમી પાર્ટીએ અમદાવાદના રખિયાલ અને સરસપુર વોર્ડમાંથી એક રીક્ષા ચાલકને ટિકિટને આપી છે. આ રીક્ષા ચાલકનું નામ મુનવાર હુસૈન છે.

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગીને લઇને એક ઈ-મેલ ID પર જાહેર કર્યું છે. આ ઈ-મેલની મદદથી સામાન્ય વ્યક્તિ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારની માહિતી મેળવી શકશે અથવા તો કોઈ ઉમેદવારના કોઈ ખામી હોય તો પક્ષના માહિતી આપી શકશે. જેથી પાર્ટી ઉમેદવારની બદલી કરી શકે. અત્યાર સુધી ગુજરાતમાં અલગ-અલગ રાજકીય પાર્ટીઓએ કાર્યકર્તા અને આગેવાનોના સેન્સ લઇને ઉમેદવારની પસંદગી કરી છે પણ પહેલી વખત આમ આદમી પાર્ટી લોકોને પૂછીને ઉમેદવારની પસંદગી કરી રહી છે.

આમ આદમી પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકાના રખિયાલ અને સરસપુર વોર્ડમાંથી રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા મુનવર હુસૈનની ટિકિટ આપી છે. મુનવર હુસૈન વર્ષ 2015માં આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો અને તે પાર્ટીમાં સક્રિય કામગીરી કરી રહ્યો હતો. ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે જ મુનવર હુસૈને ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો છે. મુનવર હુસૈનનું કહેવું છે કે, હું 2015માં આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. હું દિલ્હી મોડેલને જોઈએ ખૂશ છું. ત્યાં લોકોને પાણી, વીજળી અને આરોગ્યની સારી સુવિધા મળી રહી છે. ત્યારે મારા વિસ્તારમાં આ સમસ્યાઓ બાબતે મેં ઘણી રજૂઆત કરી પણ છેલ્લા 5 વર્ષમાં સમસ્યાનો નિકાલ આવ્યો નથી. મારું માનવું છે કે, આમ આદમી પાર્ટીની સાફ રાજનીતિ ગુજરાતમાં પણ રંગ લાવશે અને દિલ્હીને જેમ અહીના લોકોને પણ સુવિધાઓ મળશે.

youtube.com

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ દિલ્હીના આપના ધારાસભ્ય આતિશીજી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા લિસ્ટમાં અમદાવાદ, નર્મદા, મોરબી, પાટણ, જામનગર, રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના કુલ 504 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ 504 ઉમેદવારોમાં માત્ર 31 મહિલા ઉમેદવારોના નામ છે.

Leave a Reply

Your email address will not be published.