જુઓ અરવલ્લીમાં Live મોતનો Video: લોખંડના સળિયા પર લાકડી બાંધી, પક્ષી તો બચી ગયું પણ જીવદયામાં પોતાનો જીવ ગુમાવ્યો

અત્યાર સમયમાં જ્યારે માનવતા મરી પરવારી છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર ગામનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ વીજળીના વાયરમાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો. માલપુર ગામમાં ભર બપોરે બજારમાં વીજળીના વાયરમાં કબૂતર ફસાયું હતું. ઘણા બધા લોકો આ દૃશ્ય જોઈ રહ્યા હતા પણ વીજળીના હાઈ વોલ્ટેજ વાયર હોવાના કારણે કોઈ તેને બચાવવા દોડી શકે તેમ ન હતું.

Advertisement

દરેક વ્યક્તિને પોતાનો જીવ વહાલો હોય છે પણ જ્યારે વ્યકતિનું મોત પોકારી રહ્યું હોય ત્યારે એને કોઈ જ બચાવી શકતું નથી. એવી ઘટના સામે આવી છે કે અને કલ્પના પણ ના કરી શકાય જેમાં બીજાનો જીવ બચાવવા જતા ખુદ પોતાના જીવને કુરબાન થવાનો વારો આવે છે. ત્રણ બાળકોને નોંધારા મુકી ચાલ્યા ગયા છે. માલપુર મુકામે પક્ષી બચાવવા જતા યુવકે જીવ ગુમાવ્યાની કરુણ ઘટના સામે આવતા લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા. કેમ કે જે લોકો એ મોત પોતાની આખોથી જોયું છે. વીજ થાંભલા પર  યુવક ચાલુ લાઈને પક્ષી તરફડીયા ખાતાં જોઈને બચાવવા ગયો હતો ત્યારે યુવક થાંભલા પર ચડીને લાકડીથી પક્ષીને બચાવવા જતા અચાનક વીજ કરંટ લાગતા યુવક નીચે પટકાયો હતો. ત્યારે યુવકનું વીજ કરંટથી પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેમાં મૃત થયેલ યુવકનું નામ દીપ વાઘેલા હતું.

માલપુર ગામના દિલીપભાઈ વીજતારમાં ફસાયેલું પક્ષીની પીડા જોઈને પોતે લોખંડના સળિયા પર લાકડી બાંધીને થાંભલા પર ચઢી ગયા અને કબૂતરને બચાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસ દરમિયાન હાઈ ટેન્શન વીજળીનો વાયર હોવાને કારણે દિલીપભાઈને વીજળીનો ઝટકો લાગ્યો અને એક તરફ ફેંકાઈ ગયા. પક્ષીને બચાવા ગયેલા દિલીપભાઈએ કબૂતરને તો બચાવી લીધું પણ કરંટ લાગવાને કારણે પોતાનો જીવ ગુમાવી બેઠા.

માલપુર ગામના વતની દિલીપભાઈના પરિવારમાં એક પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. દિલીપભાઈ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હવે તેમના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે તે મોટો પ્રશ્ન છે. આજના સમયમાં જ્યારે કોઈ માણસ મરતો હોય તો પણ લોકો લાચાર બનીને જોઈ રહે છે એવા સમયમાં દિલીપભાઈ એ એક પક્ષીને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો. જોકે તે સમયે હિતાવહ એ જ હતું કે તેઓ વીજતારથી દૂર રહે અને જાતે રેસ્ક્યૂ કરવાની મુર્ખામી કરવા કરતાં ફાયર બ્રીગેડની મદદ લે. તેઓ વીજ પુરવઠો બંધ કરી રેસ્ક્યૂ કરી શકે છે. અથવા અન્ય કોઈપણ વિચાર અને ચર્ચા કરી રેસ્ક્યૂને સફળતાથી પાર પાડવા સક્ષમ અને બુદ્ધીશાળી છે..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *