પત્ની ટુંકા કપડાં ન પહેરતી હોવાથી પતિને આવ્યો ગુસ્સો અને કરી નાખ્યું એવું કે..

રાજકોટ નજીક આવેલ કુવાડવાના કુચિયાદળ ગામે માવતરે પરત આવેલી પરિણીત મહિલાએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ દેવાંશું જેન્તીભાઈ ભુવા, સસરા જેન્તી બાવા ભુવા, સાસુ મંજુબેન જેન્તીભાઈ ભુવા,નણંદ અસ્મિતાબેન જગદીશભાઈ પાનસૂરિયા,નણંદ મમતાબેન પરાગભાઈ ઢોલરીયા,દયાબેન જીગરભાઈ રોકડ અને નીલમબેન યોગેશભાઈ નાકરાણી સહિત કુલ 7 લોકો સામે મા’ન’સિ’ક ત્રા’સ અને મા’રકૂ’ટ અંગેની ફરિયાદ નોંધાવી છે.

10 દિવસ સુધી પતિએ અભ’દ્ર વર્તન જ કર્યું હતું

ફરિયાદી મહિલાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પિયરમાં મારા પિતાની ઘરે તારીખ 04/01/ 2020 નારોજ આવી હતી અને ત્યાં એક માસ રહ્યા બાદ હું મારી બહેનના ઘરે રહુ છુ. મારા લગ્ન તારીખ 09/05/2018ના રોજ દેવાંશુ જેન્તીભાઈ ભૂવા સાથે થયા હતા. લગ્ન બાદ અમે બેન બનેવી મળી કુલ ચાર કપલ સાથે ગોવા ફરવા ગયા હતા. ગોવા ખાતે મારા પતિએ મને ટુંકા કપડા કેમ નથી પહેરતી તેમ કહ્યું હતું જેથી મેં કહ્યું કે મારી પાસે જે કપડા છે તે પહેરું છુ અને આ વાત ને લઇ પતિએ મારી સાથે ઝગડો કરતા કહું હતું કે તુ બુદ્ધિ વગરની છો તને ખબર નથી પડતી અને તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રહે નહી તો તું એકલી રખડ ત્યારબાદ અમો દસ દિવસ ગોવામાં રોકાયા હતા.ત્યાં પણ દેવાંશુએ મારી સાથે આવું અભ’દ્ર વર્તન જ કર્યું હતું.

તને ભાન નથી પડતી કે તું મને ગમતી નથી ફરિયાદી યુવતીનો પતિ

ફરિયાદી મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે,ગોવાથી પાછા આવ્યા બાદ મેં બધી વાત મારા સાસુને કરી તેમણે કહ્યું કે દેવાશું પહેલેથી જ એવો છે. મે તેમને ફરિયાદ કરતા કહ્યું કે એ મને ગા’ળો કેમ આપે છે. તો મારા સાસુએ એવું કહ્યું કે, મારા દિકરાને તારી સાથે લગ્ન નહોતા કરવા એટલે દેવાંશુ તારી સાથે આવું વર્તન કરે છે. ચિંતા ન કર થોડા દિવસમાં બધું સારું થઈ જશે. આ બનાવને થોડા દિવસો બાદ હું મારા નાના નણંદ નીલમબેનની ઘરે જમવા માટે ગઈ હતી એ સમયે પણ રસ્તામાં પતિએ ઝ’ગ’ડો કરી અને કહ્યું હતું કે, તને ભાન નથી પડતી કે તું મને ગમતી નથી અને તુ અહીંથી કોઈ પણ ભોગે ચાલી જા નહી તો હું તને ખટારા નીચે ગાડી નાખી દઈશ. આટલું કહીને બાઈલની સ્પીડ વધારીને મને ડ’રા’વી દીધી હતી.

સાસુ સસરા અપ શબ્દો કહેતા હતા

વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે,મારા સાસુએ એક દિવસ મને વાડીએ વહેલી આવી જવા કહ્યું હતું. જેથી હું સવારે ચાર વાગે ઉઠી ઘરનું કામ પૂર્ણ કરી વાડીએ પહોંચી ત્યાંરે મારા સાસુ સસરા કહેતા કે તારે કામ નથી કરવું એટલે તું મોડી આવે છે અને આવા ઢોંગ કરે છે, તેમ કહીને મને અપ શબ્દો કહેતા હતા આ બધાથી ત્રાસીને હું મારા પિતાને ઘરે જતી રહી હતી.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તારીખ 04/01/2020ના રોજ ફરિયાદી મહિલા પોતાના પિતાના ઘરે આવી એ સમયે મહિલાના સસરાએ તેના પિતાને ફોન કરી કહ્યું હતું કેતમારી દિકરીને ત્યા રોકજો અમારે રાજકોટ મકાન લેવુ છે, માટે તમે પૈસા ની સગવડ થાય ત્યારે અમે તમારી દીકરીને તેડી જશું. આમ પતિ, સાસુ-સસરા નણંદ સહિત 7 લોકો અવારનવાર માનસિક ત્રા’સ આપી મા’રકુ’ટ કરતા હોવાથી સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરતા ASI વી.જી.બોરીચાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *