દિવસે ઊંઘવાની આદત તમારા માટે બની શકે છે જોખમી, વાંચી લો આ આર્ટિકલ

મિત્રો, જે રીતે કોઈપણ વ્યક્તિના ભોજન માટે આપણા ધર્મમા અમુક નિશ્ચિત નીતિ-નિયમો બનાવવામા આવ્યા છે, તેવી જ રીતે પથારી પર સુવા માટેના અમુક નીતિનિયમો પણ બનાવવામા આવ્યા છે. આપણા શાસ્ત્રોમા ઊંઘ માટેના પણ અમુક નીતિનિયમો દર્શાવ્યા છે.

શાસ્ત્રો મુજબ દરેક વ્યક્તિએ ક્યારેય દિવસના સમયે ઉંઘવુ જોઈએ નહિ કારણકે, જે કોઈપણ વ્યક્તિ દિવસે ઊંઘે છે તેમણે દેવી-દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે, આ સિવાય તમે અનેકવિધ બીમારીઓથી પણ તમે પીડાઈ શકો છો. તો ચાલો જાણીએ કે, દિવસના કયા સમયે ઉંઘવાથી વ્યક્તિએ નુકસાન ઉઠાવવુ પડી શકે છે.

આપણા પૌરાણિક શાસ્ત્રોમા દિવસના સમય દરમિયાનની ઊંઘને વર્જિત માનવામા આવી છે કારણકે, દિવસ દરમિયાન જે પણ ઊંઘે છે તેમનામા રાક્ષસી વૃતિ જાગે છે અને શાસ્ત્રો મુજબ દિવસે જે વ્યક્તિ સુવે છે તેમનામા ક્રોધ, ઈર્ષા, દ્વેષ વગેરે જેવી લાગણીઓ પણ જન્મે છે, જેના કારણે તેમણે જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

દિવસ દરમિયાન કરવામા આવતી ઉંઘ એ તમારા શરીરમા અનેકવિધ પ્રકારની બીમારીને લાવે છે અને લાંબા સમય સુધી શરીરમા રહેતી બીમારી એ તમારી ઉંમર પણ ઘટાડે છે એવુ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો મુજબ જે લોકો બીમાર હોય તેમણે જ દિવસના સમય દરમિયાન ઊંઘ લેવી જોઈએ.

આપણા આયુર્વેદ શાસ્ત્રમા પણ આ દિવસની ઊંઘ વિશે ઉલ્લેખ કરવામા આવેલ છે. આ શાસ્ત્ર મુજબ જે કોઈપણ વ્યક્તિ દિવસ દરમિયાન ઊંઘે છે, તે મેદસ્વીતા જેવી અનેકવિધ બીમારીઓથી પીડાઈ શકે છે અને આ સિવાય આ લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થવાનો ભય પણ વધી જાય છે.

આપણા બ્રહ્મવૈવર્ત પુરાણમા પણ કહેવામા આવ્યુ છે કે, આ દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તન સમયે સૂતા રહેતા લોકો રોગી અને દરિદ્ર બની જાય છે. આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે જે લોકો સવારે મોડે સુધી સુતા રહે છે, તેના કારને લક્ષ્મી માતા ક્રોધિત થઈ જાય છે. આ સિવાય આવા લોકો હંમેશા માનસિક તણાવનો સામનો કરે છે. શાસ્ત્રો મુજબ વ્યક્તિએ સૂર્યાસ્તના ત્રણ કલાક બાદ જ સુવુ જોઈએ.

સૂર્યાસ્ત પછીના સમયે ક્યારેય પણ ઉંઘવુ જોઈએ નહિ કારણકે, સૂર્યાસ્તના સમયકાળ દરમિયાન દેવી અને દેવતાઓનુ પૂજન કરવામા આવે છે. એવુ માનવામાં આવે છે કે, સૂર્યાસ્ત સમયે ઉંઘવાથી કોઈપણ કાર્યમા તમને તુરંત સફળતા પ્રાપ્ત થતી નથી. આ શાસ્ત્રો મુજબ સંપૂર્ણ રીતે સ્વસ્થ વ્યક્તિ જો દિવસે ઉંઘે તો તેને ધન સાથે સંકળાયેલી સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે માટે દિવસ દરમિયાન ઊંઘવુ જોઈએ નહિ.

Leave a Reply

Your email address will not be published.