અહી ખૂબ સસ્તા ભાવે વેચાય છે કાર, માત્ર ૫૦ હજારમાં મળી રહેશે મારુતિ સ્વિફ્ટ

આજના યુવાઓ માં મોજશોખનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આજકાલના લોકોમાં વૈભવી ચીજોનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને મોંઘી ગાડીઓ અને મોંઘા ફોનના ઉપયોગનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. નવી ગાડીઓની કિંમત ખૂબ ઊંચી હોવાથી લોકો સેકંડ હૅન્ડ ગાડી લેવાનું પસંદ કરે છે. ક્યારેક લોકો સસ્તું લેવાની લ્હાયમાં નુકશાની પણ ભોગવવાનો વારો આવે છે.

આમ તો સેકંડ હૅન્ડ ગાડીઓનો વેપાર ખૂબ જ મોટો છે અને ઘણા શહેરોમાં ચાલે છે. સુરત, અમદાવાદ, મુંબઈ વગેરે જગ્યાએ જૂની ગાડી મળી રહે છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં તમને જૂની ગાડી પાણીના ભાવમાં મળી રહે છે. જૂની ગાડીઓની આ બજાર આવેલી છે આપની રાજધાની દિલ્લીમાં. દિલ્લીમાં સેકંડ હૅન્ડ કારોનું સૌથી મોટી બજાર આવેલી છે જે કરોલ બાગ અને સરોજની નાગર એ બે જગ્યાએ આવેલી છે. અહિયાં તમને દરેક કંપનીની ગાડી મળી રહે છે.

અહી થોડા સમય માટે ઉપયોગ કરીને આવેલી જ ગાડીઓ વેચવા માટે આવે છે. જેમાં ઘણી ખરી ગાડીઓની કંડિશન એકદમ નવા જેવી જ હોય છે. અહી તમને સારી ગાડીઓ મળી રહે છે. અહી વેચવા આવેલી મોટા ભાગની ગાડીઓ ૨૦-૩૦ કી.મી. આસપાસ ચાલેલી હોય છે.

સામાન્ય રીતે કાર લેવા માટે બજેટ ૨-૩ લાખ આસપાસ હોવું જરૂરી છે પરંતુ અહી તમને ૪૦ હજાર આસપાસ પણ જૂની કાર મળી રહે છે. અહી તમને ૪ લાખ વાળી કાર ફક્ત ૪૦ હજારમાં મળી રહે છે. ૧૦ થી ૧૨ લાખ ની કિંમતની કાર અહી તમને ૨ લાખની કિંમતમાં મળી રહે છે.

અહી તમારે જૂની કાર લેવા માટે કારનું ટેક્નિકલ જ્ઞાન હોવું જરૂરી છે નહિતર તમે અહી છેતરાય શકો છો. જો તમને કારનું ટેક્નિકલ જ્ઞાન ન હોય તો કોઈ મેકેનિકને સાથે લઈને જવું હિતાવહ રહેશે નહિતર ત્યાં તમે છેતરાઈ જશો એ તો ચોક્કસ વાત છે. કેમ કે કાર કેટલો સમય જૂની છે અને તેની કંડિશન કેવી છે એ ખ્યાલ નહીં આવે તો તમે વધારે પૈસા ચૂકવી શકો છો અથવા તો કારની કંડિશન ખરાબ આવી શકે છે.

અહિયાં જૂની કાર વેચવા માટે લોકો ગાડીમાં તેના મીટર સાથે લોકો છેડછાડ પણ કરી શકે છે. જૂની કારના મિટરને ૧ લાખ કિલોમીટર ચાલેલી હોય તો તેમાં છેડછાડ કરીને તેને મિટરમાં ૫૦ હજાર કિલોમીટર પણ કરી નાંખે છે, જેથી તમે છેતરાઈ શકો છો તો મિકેનિક સાથે રાખવો જરૂરી છે.

દિલ્લીના આ માર્કેટમાં તમને જૂની મારુતિ સ્વિફ્ટ તમને અહી ૪૦-૫૦ હજાર આસપાસ જરૂરથી મળી રહેશે, અને આ કાર બહુ ચાલેલી પણ નથી હોતી. અહી વેચવા આવેલી ગાડીઓ ૬૦-૭૦ કી.મી. આસપાસ ચાલેલી હોય છે. અહી ઇનોવા જેવી કાર પણ ૪-૫ લાખમાં આરામથી મળી શકે છે.

જો તમને કોઈ વૈભવી કાર પણ લેવા માંગો છો તો તે પણ તમને અહી મળી જ રહે છે. અહી મર્સિડિજ થી લઈને ઓડી પણ મળે છે. અહી આ મોંઘી અને વૈભવી કરો પણ તમને ૫ થી ૧૦ લાખની આસપાસ મળી જાય છે. અહી બસ તમારે ગાડીની ટેસ્ટ રાઇડ જરૂરથી લઈ લેવી જેથી કરીને છેતરાઈ ના જાઓ અને ગાડીની કંડિશન પણ ખયાલ આવી જાય.

ટેસ્ટ રાઇડ લીધા બાદ તમારે નક્કી કરવાનું રહેશે કે તમે તે કાર કેટલી કિંમતમાં લેવા માંગો છો. અહી ભાવતાલ બહુ જ થાય છે તેથી તમે કેટલો ભાવ કરાવી શકો છો એ તમારા પર નિર્ભર છે. છતાં પણ સંતોષ ખાતર આજુબાજુમાં ત્યાં જ બે-ચાર જગ્યાએ ગાડીઓ જોઈ લેવી જેથી કરીને સારી કાર સારી કિંમતમાં મળી રહે.

Leave a Reply

Your email address will not be published.