
અત્યારે લોકોમાં બહારનું ખાવાનું પ્રમાણ વધી ગયું છે તો તેના લીધે શરીર પણ રોગોનું ઘર બની ગયું છે. દિવસે ને દિવસે નવા નવા રોગો લોકોને લાગુ પડતાં જાય છે. અત્યારના સમય કિડનીની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જો કિડની કામ ના કરતી હોય એવા સંજોગોમાં કિડનીના વિકલ્પ તરીકે બીજો વિકલ્પને ડાયાલીસીસ કહે છે
શરીરમાં રહેલા બિનજરૂરી પદર્શોને દૂર કરવાનું કામ અને શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કામ ડાયાલીસીસ કરે છે. જે વ્યક્તિની બંને કિડની કામ ના કરતી હોય તેનું સંપૂર્ણ જીવન ડાયાલીસીસ પર નિર્ભર રહે છે. કિડની ફેલ્યરના દર્દીને જરૂરી એવી ડાયાલીસીસની ખામી એ છે કે તે કિડનીની જેમ રક્તકણોના ઉત્પાદનમાં જરૂરી એરિથ્રોપોએટિન બનાવી શકતું નથી અને હાડકાઓને મજબૂત રાખી શકતું નથી.
કિડનીનું કામ શરીરમાં પ્રવેશતા નકામા બેક્ટેરિયા તથા લોહીને શુધ્ધ કરે છે. સમય જતાં આ મીઠું કિડનીમાં ભેગું થાય છે તો તેને સફાઈની જરૂર રહે છે. તો શું આપણે ક્યારેય એ સાફ કરવાનું જરૂરી લાગ્યું ખરું? તો અહી તમને બતાવેલી છે સરળ અને સસ્તી રીત.
તાજી અને લીલી ધાણાભાજી (કોથમીર)ની એક જુડી લો અને તેને બરાબર સાફ કરી લો. તેને નાનાં ટુકડાઓમાં સમારીને શુધ્ધ પાણીમાં દસ મિનિટ માટે ઉકાળો. પછી એ ઉકાળેલા પ્રવાહીને થોડીવાર માટે ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને ગરણીથી ગાળીને ચોખ્ખી બોટલમાં ભરી લો અને ઠંડુ રાખવા માટે ફ્રિજમાં રાખી દો.
આ ભરેલી બોટલમથી દરરોજ સવારે કોઈપણ વસ્તુ ખાધા કે પીધા પહેલા નરણાં કોઠે આનું સેવન કરો. થોડા દિવસોમાં જ શરીરમાં રહેલી અશુધ્ધિઓ કિડનીમાંથી બહાર નીકળી જશે અને તમે પોતે પણ એ અનુભવી શકશો. તાજી અને લીલી કોથમીર કિડનીની સફાઈ માટે શ્રેષ્ઠ સારવાર અને દવા છે, વળી તે કુદરતી પણ છે.