લગ્નનું વચન આપી તેણે મારી સાથે અનેક વાર સમાગમ માણ્યું હતું, હતે તે ..
સવાલ : હું ૨૩ વર્ષની છું. મારો અભ્યાસ હજુ ચાલુ છે. મારા મામા સાથે મને પ્રેમ છે. અમે તન, મન અને ધનથી એકબીજાના થઈ ચૂક્યા છીએ અમે એકબીજા વગર જીવી શકીએ તેમ નથી. શું અમે લગ્ન કરી શકીએ છીએ? અમે અમારા ઘરની ઇજ્જત પણ કલંકિત કરવા માગતા નથી. યોગ્ય વિકલ્પ સૂચવવા વિનંતી. – એક યુવતી : (ગુજરાત)
જવાબ : આપણા હિન્દુ સમાજમાં મામા-ભાણેજ લગ્ન કરવાની પરવાનગી નથી. કોર્ટ પણ આવા લગ્નને મંજુરી આપતી નથી. હિન્દુ ધર્મમાં નજીકના સગા વચ્ચે લગ્ન સંબંધ શક્ય નથી. આ ઉપરાંત આવા લગ્નને કારણે જન્મતા સંતાનોના સ્વાસ્થ્ય પર પણ અસર પડવાની શક્યતા છે. આથી આ વિચાર છોડી દો. તમે જ વિચારો કે તમારી જ મમ્મીના તમે ભાભી બનશો. અને મમ્મી તમારી નણંદ બનશે.
શું આ તમને અજુગતું લાગતું નથી? તમારા બન્નેની ભલાઈ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ છે. હજુ પણ મોડું થયું નથી. અને હા, આ કારણે ઘરની ઇજ્જત બદનામ થવાની શક્યતા પણ છે. જે તમે નથી ઇચ્છતા. આથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ સંબંધ તોડી નાખો.
સવાલ : હું ૨૧ વર્ષની અપરિણીત યુવતી છું. મારે એક પુરુષ મિત્ર છે જે મારાથી દોઢ વરસ નાનો છે. અમારી વચ્ચે છેલ્લા પાંચ વરસથી પ્લે-ટોનિક લવ છે. અને એકબીજાને અમારા દિલની વાતો કરીએ છીએ. અચાનક જ હવે તેને મારી સાથે શા-રીરિક સં-બંધ રાખવો છે. તે ચુંબનની માગણી કરે છે તેમજ તેને મારી સાથે શા-રીરિક છૂટછાટ પણ લેવી છે. પરંતુ મને તેની માગણી પસંદ નથી. હમણા મેં તેને મળવાનું છોડી દીધું છે. પરંતુ હું તેને અતિશય પ્રેમ કરું છું. મારે શું કરવું એ જણાવવા વિનંતી. – એક યુવતી : (મુંબઈ)
જવાબ : આ છોકરા સાથે મૈત્રી ચાલુ રાખવાનો નિર્ણય લેતા પૂર્વે તમારે એ નક્કી કરવાનું છે કે શું તમે તેની સાથે શા-રીરિક નિકટતા જાળવવા તૈયાર છો? કારણ કે હવે આ પ્રશ્ન તમારી વચ્ચે આવવાનો જ છે. તમારી મૈત્રી શરૂ થઈ ત્યારે તમારી ઉંમર ઘણી નાની હતી. તે સમયે તમે બન્ને ઘણા નાદાન હતા. તમારો મિત્ર હજુ નાદાન છે. તે હજુ ૧૯ વરસનો જ છે આથી તેને ભણી-ગણીને કમાતા પણ હજુ ઘણા વરસ લાગશે.
તો શું તમે આટલી લાંબી રાહ જોઈ શકો છો? આગળ જતાં તમારા બન્નેમાંથી કોઈનો વિચાર બદલાશે નહીં એની તમને ખાતરી છે. આ ઉપરાંત ગંભીર સંબંધ બાંધવા માટે પણ તમારો મિત્ર નાદાન છે. આ ઉપરાંત લગ્ન પૂર્વેનો શા-રીરિક સં-બંધ તમારે માટે જોખમ નોતરી શકે છે. તમે બન્ને ગંભીર હો તો થોડા વરસ સુધી રાહ જુઓ અને જીવનમાં સ્થાયી થયા પછી જ લગ્નનો વિચાર કરો ત્યાં સુધી શા-રીરિક સં-બંધથી દૂર રહો.
સવાલ : મારે ૧૧ અને ૧૪ વર્ષના બે સંતાન છે. અમે કોઈને ત્યાં રાત્રે જમવા જઈએ તો તેઓ ત્યાં જ રોકાઈ જવાની વાત કરે છે. મને અને મારી આ ગમતું નથી. તેમની આ આદત છોડાવાવ મારે શું કરવું જોઈએ? – એક ભાઈ : (અમદાવાદ)
જવાબ : તમારા આ પત્ર પરથી લાગે છે કે તમારા સંતાનોને તમારા ઘરમાં ગમતું નથી શું તમારા ઘરમાં કોઈ ટેન્શન છે? તમારી અને તમારી પત્ની વચ્ચે ઝઘડા થાય છે? શું તમે તેમના પર ખૂબ જ નીતિ-નિયમો લાધ્યા છે? તમારે તમારા સંતાનો સાથે શાંતિથી આ પાછળનું કારણ જાણવાની જરૂર છે. અને કારણે જાણ્યા પછી તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરો. તેઓ ઘરથી દૂર કેમ ભાગે છે? આ પ્રશ્નના જ ઉત્તરમાં જ તમારું સમાધાન છૂપાયું છે. તમારા ઘરમાં સ્વચ્છતાનો અભાવ હોય કે તે રહેવા યોગ્ય હોય નહીં તો એને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરો.
rgtrhytj
સવાલ : હું ૨૬ વરસની છું. મારે એક યુવક સાથે પ્રેમ હતો. લગ્નનું વચન આપી તેણે મારી સાથે શા-રીરિક સં-બંધ બાંધ્યો હતો. હવે તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે. આ કારણે હું ઘણી હતાશ થઈ છું. જીવન મને ઝે-ર જેવું લાગે છે. શું એ છોકરાને મારી સાથે લગ્ન કરવા માટે હું મજબૂર કરી શકું છું? મારું જીવન બરબાદ કરવા માટે તેને સજા થઈ શકે છે? – એક યુવતી : (મુંબઈ)
જવાબ : આ છોકરાની વાત માની તમે મૂર્ખાઈ કરી છે. છોકરીઓનો ગેરલાભ લેવા માટે ઘણી વાર છોકરાઓ લગ્નની લાલચ આપી પોતાનો હેતુ સાધી લીધા પછી છેડો ફાડી નાખે છે. આવા છોકરાઓને સજા કરવાનું કામ સહેલું નથી. આપણો સમાજ હજુ સુધી પુરુષ પ્રધાન છે જે પુરુષની બધી જ ભૂલો માફ કરી શકે છે, પરંતુ સ્ત્રીઓને માફ કરવા તૈયાર નથી.
આથી તમારે એ યુવક સાથેના પ્રકરણને ભૂલીને તમારા જીવનમાં આગળ વધી જવું જોઈએ. અને આમ પણ જબરદસ્તીથી તેની સાથે લગ્ન કરવાથી તમને સુખ મળશે નહીં. આથી બદલો લેવાનું તેમજ તેને લગ્ન કરવા મજબૂર કરવાનો વિચાર મનમાંથી કાઢી બીજી કોઈ પ્રવૃત્તિમાં તમારું ધ્યાન પરોવો અને કોઈ સારો જીવનસાથી શોધી લગ્ન કરીને તમારું ગૃહસ્થી જીવન શરૂ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.