
આપણા દેશમાં ભાઇ-બહેનના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આ દેશમાં એક એવુ ગામ છે જયાં ભાઇ-બહેનના લગ્ન કરાવવામાં આવે છે. છત્તીસગઢમાં સૌથી વધારે આદિવાસીસમાજ રહે છે અને અહીના રીતિરિવાજ, પરંપરા પણ બધાથી અલગ છે. આવી જ એક પરંપરા છત્તીસગઢના આદિવાસી સમાજમાં છે જયાં ભાઇ સાથે બહેનના લગ્ન કરવામાં આવે છે.
પરંપરા મુજબ માતા-પિતા તેમના બાળકોના એકબીજા સાથે લગ્ન કરાવે છે. એટલે કે અહીં સગા ભાઇ-બહેનના લગ્ન કરાવવાની પરંપરા છે. પોતાની દીકરીથી દીકરાના લગ્ન કરાવવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. જો કોઇ આવું કરવાની ના પાડે તો તેને દંડ કરવામાં આવે છે. છત્તીસગઢના આદિવાસી વિસ્તાર ધુરવા જાતિના લોકો દીકરી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરી દે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. આ લગ્ન સંબંધને લઈને આપત્તિ વ્યક્ત કરવામાં આવે તો, દંડ ફટકારવામાં આવે છે.
અહીં ભાઈ-બહેન સાથે લગ્ન કરે છે, પરંતુ આ લગ્ન સિવાય એક પરંપરાનું પણ પાલન કરે છે. જેમાં વર-વધૂ અગ્નિને નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે. અહીં કોઈપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, છત્તીસગઢના આદિવાસી સમાજના લોકો આવું એટલા માટે કરે છે કારણે કે, તેમની જાતિના લોકોની સંખ્યા ઓછી હોવાને કારણે તે બાળકોના એકબીજા સાથે જ લગ્ન કરાવી દે છે કેમ કે તેમના બાળકોના લગ્ન માટે તેમને કયાંય બહાર જવાની જરૂર ન પડે. પરંતુ આ વાત કેટલી સાચી છે તે હજી સુધી કોઇ જાણતું નથી.