
દૂધમાં કેલ્શ્યિમ, પ્રોટીન, વિટામીન ડી અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વ રહેલા છે. જે શરીરને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓનો ખતરો પણ રહે છે. સ્વસ્થ્ય અને ફિટ રહેવા માટે દૂધનું સેવન રોજ કરો પરંતુ યોગ્ય પ્રમાણમાં કરવું જોઇએ. સીમિત પ્રમાણમાં દૂધનું સેવન કરી તમે અનેક બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો. આજે અમે તમને જણાવીશું કે વધારે પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી કઇ બીમારીઓનો ખતરો રહે છે.
કેન્સરનું જોખમ
વધારે પ્રમાણમાં દૂધ પીવાથી કેન્સરનું જોખમ પણ વધે છે. એક સંશોધન મુજબ દૂધનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી સ્ત્રીઓમાં એન્ડોમેટ્રાયલ કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ
દૂધનું વધારે પડતું સેવન કરવાથી હાર્ટને લગતી સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. દૂધમાં સંતૃપ્ત ચરબી અને સોડિયમની નોંધપાત્ર માત્રા હોય છે, જે હૃદય માટે હાનિકારક છે. હૃદયને સ્વસ્થ અને ફિટ રાખવા માટે, મર્યાદિત માત્રામાં દૂધનું સેવન કરો.
હાઈ બ્લડ પ્રેશરનું કારણ
વધુ પડતા દૂધનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ મર્યાદિત માત્રામાં દૂધ પીવું જોઇએ.
પાચનની સમસ્યાઓ
પુષ્કળ દૂધનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. મર્યાદિત માત્રામાં દૂધનો વપરાશ કરો.
નોટ: તમારી જાણકારી માટે જણાવી દઇએ કે કોઇ બીમારીના દર્દી છો તો તમે પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો