સોશિયલ મીડિયા પર હીના અને MI સિવાય કંઈ જ નથી ચાલતું, ‘હીના’ની બહેનની વાતો સાંભળી આખું ગુજરાત ગાંડુ થયું

સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય એ ખબર જ ન પડે. એવી જ રીતે હવે એક ઓડિયો વાયરલ થયો અને આખું ગુજરાત ગાંડુ થયું છે. ત્યારે આવો વિગતે વાત કરીએ કે શું છે આ મામલો. જો કે તમારા ફોનમાં પણ આ ઓડિયો આવી જ ગયો હશે અને તમે પણ મોજ માણી જ લીધી હશે. જો વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી હીના અને mi આ બે શબ્દો સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે. તમે જે પણ સોશિયલ મીડિયો એકાઉન્ટ ખોલો તો એમાં હીના અને Mi વિશેના મિમ્સ કે પછી જોક્સ સિવાય બીજું કશું જ જોવા ન મળે.

વાત કંઈક એમ છે કે આ અંગેની બે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. તેમાં દીકરીવાળા અને દીકરી વાળા બન્ને પક્ષકાર વચ્ચે જે રીતે વાતચીત ચાલી રહી છે તેના પરથી એવું લાગે છે કે છોકરીની સગાઈ નક્કી કરવામાં આવી છે. જે બાદમાં છોકરાએ છોકરીને મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હતો અને આ ફોન MI કંપનીનો હોવાથી સગાઈ તૂટી ગયાનું ઓડિયો ક્લિપ પરથી લાગી રહ્યું છે. જો કે આ વિશે બજુ કોઈ જ માહિતી સામે આવી નથી અને શું સાચુ અને શું ખોટુ એના વિશે કોઈ પુષ્ટિ થઈ નથી.

જે પ્રમાણે આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એના પરથી જો અંદાજ લગાવવામાં આવે તો MI ફોન ભેટમાં આપ્યો હોવાથી વાત સગાઈ તોડવા સુધી પહોંચી જાય છે. વાતચીત પરથી લાગે છે કે છોકરીની સગાઈ થઈ છે તે પક્ષ એવી અપેક્ષા રાખે છે કે સાસરી એટલે કે દીકરાપક્ષના લોકો MI સિવાય કોઈ બીજી કંપનીનો ફોન ગિફ્ટમાં આપે જેનાથી એવું લાગે કે તેઓ ખૂબ સમુદ્ધ છે.

હીનાનું નામ લેવામાં આવી રહ્યું છે અને હીનાની બહેન વાત કરતી હોય એવું બતાવવામાં આવ્યું છે. વાતચીત દરમિયાન આડકતરી રીતે આઈફોનનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. વાતચીત દરમિયાન સગાઈ થઈ હોય છે તે યુવતીની બહેને એવું પણ કહે છે કે અમારી છોકરીના શોખ ખૂબ ઊંચા છે.

હિનાની બહેન વાત કરે છે કે અમારી હિના તો આઈફોન વાપરે છે. છોકરાએ MI ફોન ગિફ્ટમાં આપ્યો હોવાથી બધા સાવ સસ્તો ફોન ગિફ્ટમાં આપ્યો તેવી વાતો કરશે અને મારી બહેનને નીચું જોવા જેવું થશે એથી તમારે પણ થોડું સમજવુ જોઈએ. બીજો જે વીડિયો વાયરલ થયો છે તેના પરથી લાગે છે કે છોકરીની સગાઈ તૂટી ગઈ છે. ફોન પર છોકરાવાળા કહી રહ્યા છે કે અત્યારથી આવી માંગણી કરી રહ્યા છો તો ભવિષ્યમાં અમે તમારી ડિમાન્ડ પૂરી ન કરી શકીએ.

છોકરાવાળા એવું પણ કહી રહ્યા છે કે અમારે વારેવારે ઝૂકવું પડે તે ન ચાલે. ભવિષ્યમાં પણ આવું થઈ શકે છે. સાથે જ તેઓ છોકરીને ખૂબ સુખી-સંપન્ન સાસરું મળે તેવા આશીર્વાદ પણ આપે છે! ત્યારે હાલમાં આ ઓડિયો અને વીડિયો ભારે વાયરલ થઈ રહ્યા છે અને લોકો મનોરંજન લઈ રહ્યાં છે અને વીડિયો શેર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *