નંબરના ચશ્મા દૂર કરવા ઇચ્છો છો તો દરરોજ કરો આ કામ

આંખો આપણા શરીરનું સૌથી અભિન્ન અંગ છે. આંખો વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. જો તમારી પાસે બધુ જ છે પરંતુ તમારી પાસે આંખો જ નથી તો બધી જ વસ્તુઓ બેકાર છે. આંખો જ વ્યક્તિની સુંદરતા વધારે છે. આંખો વગર વિશ્વનો સુંદર નજારો જોઇ શકાતો નથી. એટલા માટે આંખોની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી હોય છે.

જો તમે આંખોની યોગ્ય દેખભાળ નથી કરતા તો આંખોની સમસ્યા વધતી જાય છે. આંખોની કાળજી રાખવામાં ન આવે તો આંખોની રોશની પણ જઇ શકે છે. લાઇફસ્ટાઇલમાં ફેરફારને કારણે આંખોની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય થઇ ચુકી છે.

આંખોની રોશની વધારવા માટે અજમાવો આ રીત

જ્યારે તમને લાગે કે આંખોની રોશની ઓછી થઇ રહી છે તો સમજી જાઓ કે સમસ્યા ગંભીર છે. આંખોની રોશની ઓછી થવાને કારણે માથાનો દુખાવો, આંખોમાંથી પાણી નિકળવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ આંખોની રોશનીને જીવનભર માટે ઠીક રાખવા ઇચ્છો છો તો અજમાવો કેટલીક સરળ ટીપ્સ. આ રીત અજમાવવાથી તમને લાઇફટાઇમ ચશ્મા લગાવવાની જરૂર પડશે નહીં.

પેન્સિલના ઉપયોગથી આંખોની રોશની વધશે

પેન્સિલને હાથમાં ઊભી પકડો. ધીમે-ધીમે પોતાની આંખોની સામે લાઓ અને ત્યારબાદ ધીમે-ધીમે દૂર લઇ જાઓ. આ રીતે દરરોજ દિવસમાં 5 થી 10 વાર અજમાવી જુઓ. આંખોની રોશની સુધારવા માટે આ ખૂબ જ અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે.

આંખોની કીકીને ગોળ-ગોળ ફેરવો

આંખોની રોશનીને વધારવા માટે આંખોની કીકીને ઘડિયાળની જેમ સીધી અને તેનાથી ઊંધી દિશામાં ગોળ-ગોળ ફેરવો. આ રીતને દિવસમાં 10 થી 15 વાર અજમાવો. આમ કરવાથી તમારી આંખો સ્વસ્થ રહેશે અને તેની રોશની પણ વધશે.

પાંપણને જપકાવવાથી વધે છે આંખોની રોશની

આંખોની રોશની વધારવા માટે પાંપણને 20 થી 25 વાર ફટાફટ જપકાવો. આંખોની આ એક્સરસાઇઝને દિવસમાં એકવાર ચોક્કસપણે અજમાવી જુઓ. મોટાભાગના લોકો ફોન અને કૉમ્પ્યૂટર ચલાવતી વખતે પોતાની પાંપણોને ઓછી જપકાવે છે જેના કારણે આંખોની રોશની ઓછી થતી જાય છે. પાંપણ જપકાવવાથી આંખોની રોશની વધે છે.

દરરોજ પાણીથી આંખો ધોવો

આંખો માટે પાણી રામબાણ ઇલાજ છે. આંખોની રોશની વધારવા માટે દરરોજ સવારે અને સાંજે આંખોમાં ઠંડું પાણીનો છંટકાવ કરો. આમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે અને તેની રોશની પણ વધે છે.

Leave a Reply

Your email address will not be published.