બોયફ્રેન્ડે જન્મદિવસે કોઈ આયોજન ન કરતા ગલફ્રેન્ડ થઈ ગુસ્સે ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સંબંધિત વિવિધ પ્રકારના વીડિયો જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય થાય છે,જ્યારે કેટલાક વીડિયો એટલા રમુજી હોય છે,જેને જોઈને હસીને લોટ પોટ થઈ જવાય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઇક એવું બતાવવામાં આવ્યું છે, છોકરી તેના પાર્ટનર પાસેથી શું અપેક્ષા રાખે છે. આ વીડિયોમાં એક યુવતીએ રમુજી રીતે સમજાવ્યું કે જ્યારે પાર્ટનર તેની અપેક્ષાઓ પર ખરો ન ઉતરે ત્યારે તેને કેવું લાગે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં યુવતી તેના બોયફ્રેન્ડ પર બૂમ પાડી રહી છે કે તેણે તેના જન્મદિવસ પર કોઈ આયોજન કેમ ન કર્યુ, વીડિયોમાં યુવતી તેના બોયફ્રેન્ડને (Boyfriend) તેના છેલ્લા જન્મદિવસને ખાસ બનાવવા માટે કોઈ આયોજન કરતા ગુસ્સે થતી જોવા મળી રહી છે.

બોયફ્રેન્ડને આપી ચેતવણી

એટલું જ નહીં યુવતી ને આ વર્ષે તેના જન્મદિવસ (Birthday) પર તેના જીવનસાથી પાસેથી ઘણી આશાઓ છે. યુવતીએ ચેતવણી પણ આપી હતી કે જો આ વખતે તેની અપેક્ષાઓ પૂરી નહીં થાય તો તે શું કરશે. વીડિયોમાં (Video) જ્યારે બોયફ્રેન્ડે કહ્યું કે જન્મદિવસ પર શું અલગ રીતે કરવું, ત્યારે યુવતી કહે છે કે ‘હવે તે પણ કહુ કે ખાસ શું કરવું.’ જ્યારે તેનો પાર્ટનર યુવતીની લાગણીને સમજવામાં નિષ્ફળ જાય છે, ત્યારે યુવતી ગુસ્સે થઈ જાય છે. અને તેના બોયફ્રેન્ડને કહે છે, “જો તે કંઇ આયોજન કર્યું નથી, તો આ વખતે હું કેક (Cake) નહીં કાપુ, અને ખરેખર તારા ચહેરા પર કેક મા-રીશ.”

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જેમાં કેટલાક લોકોને યુવતીની ભાવનાત્મક વાતો ખુબ પસંદ આવી રહી છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે આ રીતે યુવકને ચેતવણી આપવી યોગ્ય નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *