૪ પ્રકારના એવા ભોજન જે તમારા શુષ્ક વાળને ચમકીલા બનાવી શકે છે, તો ચાલો જાણીએ આવા ભોજન વિશે

જ્યારે પણ આપણે ચમકીલા વાળની વાત કરીએ છીએ, ત્યારે ફક્ત બ્યુટી પ્રોડક્ટ જ મગજમાં આવે છે પરંતુ વાળની સાચી સર સંભાળ અને ચમક વધારવા માટે પ્રાકૃતિક રીતોનો પણ સમાવેશ કરી શકો છો.

ટુંકમાં એમ કે તળેલા ખાદ્ય પદાર્થો અને જંક ફૂડનું સેવન ઓછું કરો અને તમારા ભોજનમાં બધાજ જરૂરી એવા પોષક તત્ત્વો અને વિટામિન યુક્ત ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો. તેનાથી વાળ ફક્ત ચમકીલા જ નથી બનતા પરંતુ નબળા વાળ મજબૂત અને મુલાયમ પણ બને છે. તેનાથી દ્વિમુખી વાળ પણ નહિ રહે.

તો ચાલો જાણીએ કે તમે તમારા ભોજનમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરી તમારા વાળની ચમકને વધારી શકો છો.

બદામથી બનેલું માખણ:

બદામથી બનેલા માખણ માં જુદા જુદા પ્રકારના પોષક તત્ત્વો જેવા પ્રોટીન, સ્વસ્થ ચરબી, વિશિષ્ટ વિટામિન રહેલા હોય છે, ખાસ કરીને વિટામિન ઈ.

સંશોધન કર્તાઓનું માનવું છે કે બદામમાં રહેલા વિટામિન ઈ વાળમાં પોષણ જાળવી રાખે છે અને વાળની સુંદરતા વધારે છે. ટ્રોપીકલ લાઈફ સાયન્સ રિસર્ચ જનરલ માં પ્રકાશિત થયેલી ટ્રાયલ અધ્યયન માં જાણવા મળ્યું કે જે પુરુષો દરરોજ વિટામિન ઈ ના સપ્લિમેન્ટ લેતા હતા, તેમના વાળનો ગ્રોથ ૪૨ ટકા સુધી વધ્યો. એક ચમચી બદામ ખાવાથી દરરોજ જરૂરી હોય તેનો બે તૃતીયાંશ ભાગનું વિટામિન ઈ મળી જાય છે.

શક્કરિયા ના ફાયદા:

જો તમારા વાળ નિર્જીવ અને સૂકા હોય, તો શક્કરિયા તમારા માટે સૌથી ઉત્તમ ખાદ્ય પદાર્થ છે. શક્કરિયા બીટા કેરોટિન નામનું એન્ટી ઓક્સિડન્ટ હોય છે. તે વાળ માટે ઉપયોગી એન્ટી ઓક્સિડન્ટ માનવમાં આવે છે.

તમારું શરીર બીટા કેરોટિન ને વિટામિન એ માં ફેરવી દે છે, જે શુષ્ક અને નિર્જીવ વાળને સ્વસ્થ અને ચમકીલા બનાવવા માટે જરૂરી છે. એટલું જ નહિ વિટામિન તમારા માથાની ખોપરીમાં રહેલી ગ્રંથિઓને પણ અસર કરે છે. તેનાથી વાળમાં સિબમ નામનું તરલ પદાર્થ બને છે. સિબમ વાળને શુષ્ક અને નિર્જીવ બનતું અટકાવે છે. શક્કરિયા ઉપરાંત સંતરા, ગાજર, કેરી માં પણ બીટા કેરોટિન ભરપુર પ્રમાણમાં મળી આવે છે.

પાલક:

કેટલીક બાબતોમાં ખનીજ ની ઉણપ ને લીધે વાળ ખરી શકે છે. એવામાં તમારા માટે જરૂરી બની જાય છે કે તમારા ભોજનમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે વાળને ખરતા અટકાવવામાં ઉપયોગી હોય.

વિશેષજ્ઞોના મત મુજબ તમારા ભોજનમાં પ્રોટીન, આયર્ન અને વિટામિન ડી ની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ તત્વોની પૂર્તિ માટે પાલક ખાઓ. પાલક માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે તેમાં સીબમ પણ હોય છે જે વાળ માટે પ્રાકૃતિક કંડીશનર નું કામ કરે છે. ટુંકમાં એટલું કહેવાનું કે વાળની ચમક જાળવી રાખવી હોય તો તમારા ભોજનમાં પાલકનો સમાવેશ જરૂર કરો.

ઉપયોગી છે કોળું:

જેમ કે પહેલા પણ વાત થયેલી કે વાળ માટે વિટામિન ઈ ખૂબ જ જરૂરી હોય છે. વિટામિન ઈ સિબમ બનાવે છે જે વાળ માટે પ્રાકૃતિક કંડીશનર નું કામ કરે છે. તે ખોપરી ને તંદુરસ્ત રાખીને વાળને ચમકીલા બનાવવા મા પણ મદદ કરે છે. જો તમારે તંદુરસ્ત અને ચમકીલા વાળ જોઈએ તો કોળા ને તમારા ભોજનમાં સમાવેશ કરો.

ચમકીલા અને સુંદર વાળ માટે તમારે બજારમાં મળતા બ્યુટી પ્રોડક્ટ પર જ આધાર ન રાખવો જોઈએ. ઉપરોક્ત વસ્તુઓ ફક્ત વાળને સુંદર અને ચમકીલા જ નથી બનાવતી પરંતુ તંદુરસ્તીના પણ ઘણા ફાયદા થાય છે.

 

Leave a Reply

Your email address will not be published.