ગંદુ કામ કરતાં હોટેલમાં પકડાઈ ગઈ હતી આ એક્ટ્રેસ, પતિએ પણ આપી દીધા છુટાછેડા

વિશાલ ભારદ્વાજની હોરર કોમેડી ફિલ્મ “મકડી” યાદ છે? આ ફિલ્મમાં એક્ટર શ્વેતા પ્રસાદ બસુએ ડબલ રોલ કર્યો હતો. ત્યારે તે ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તે વર્ષ ૨૦૦૦માં શાહરૂખ ખાનની ફિલ્મ “ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” માં પણ નજર આવી ચૂકી છે. ૧૧ જાન્યુઆરી, ૧૯૯૧નાં રોજ જમશેદપુરમાં જન્મેલી શ્વેતાએ હવે ૩૦ વર્ષની થઈ ગઈ છે. ટીવી અને ફિલ્મ બંને જગ્યાએ પોતાની કિસ્મત અજમાવી ચૂક્યા છે.

૨૦૧૪માં શ્વેતા જિસ્મફરોશી નાં આરોપોને કારણે ચર્ચામાં હતી. ત્યારે હૈદરાબાદ પોલીસે તેની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે જિસ્મફરોશી માં સામેલ છે. તેવામાં તેને સુધાર ગ્રુપ મોકલવામાં આવી હતી. આ દરમિયાન તેનું એક મોટું નિવેદન વાયરલ થયું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, “મેં મારી કારકિર્દીમાં કંઈ ખોટું કર્યું નથી. જેના કારણે હું કંગાળ થઈ ગઈ. મારે પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું હતું. અમુક સારા કામ પણ કરવાના હતા, પરંતુ બધા દરવાજા બંધ થઇ ગયા હતા. પછી મને અમુક લોકોએ ખૂબ જ જલ્દી પૈસા કમાવવા માટે જિસ્મફરોશી ની સલાહ આપી. મારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, એટલા માટે મેં આ કામ કર્યું.”

જોકે જ્યારે શ્વેતા સુધાર ગૃહમાંથી બહાર આવી તો તેણે કહ્યું હતું કે મેં કોઈ આ પ્રકારનું નિવેદન આપ્યું ન હતું. કોઈ વ્યક્તિએ મને બદનામ કરવાની કોશિશ કરેલી છે. આ વાતને લઈને તેમને મીડિયા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુધારા ગૃહમાં બે મહિના સુધી મને અખબાર વાંચવા અથવા કોઈ વેબસાઈટને જોવાની પરવાનગી હતી નહીં. આ નિવેદન વિશે મને બહાર આવવા પર જાણવા મળ્યું.

ચાઇલ્ડ આર્ટિસ્ટનાં રૂપમાં શ્વેતાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. તેમાં એકતા કપૂર ની કહાની ઘર ઘર કી, કરિશ્મા કા કરિશ્મા અને શ..શ..કોઈ હૈ જેવા શો સામેલ છે. ત્યારબાદ ટીવી શો ચંદ્ર નંદિની થી તેણે નાના પડદા પર ફરીથી કમબેક કર્યું. આ શો ખૂબ જ લોકપ્રિય થયો હતો.

ફિલ્મ અને ટીવી સિવાય તે વેબ સીરીઝમાં પણ કામ કરતી જોવા મળી હતી. તે ગેંગસ્ટર અને ફ્લિપ જેવી સિરીઝમાં જોવા મળી હતી. વળી પાછલા વર્ષે મોટી પર તેની શુક્રાણું, સિરિયસ મેન અને કોમેડી કપલ જેવી ફિલ્મો રિલીઝ થઈ.

શ્વેતાએ વર્ષ ૨૦૧૮માં ફિલ્મકાર રોહિત મિત્તલ સાથે લગ્ન કર્યા હતા. જોકે એક વર્ષની અંદર તેના લગ્ન તૂટી ગયા અને બંનેએ ૨૦૧૯માં છૂટાછેડા લઇ લીધા હતા. પોતાના પતિથી અલગ થયા બાદ શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ પણ શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published.