ખેડૂત આંદોલનના કારણે “રિલાયન્સ જિયો” ને પડ્યો મોટો ફટકો પંજાબ તથા હરિયાણામાં આટલા લાખ ગ્રાહકો ને ગુમાવવા નો વારો આવ્યો…

ખેડૂત આંદોલનના કારણે પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જીઓને (Reliance Jio)નુકસાન થયુ છે. રિલાયન્સ જીઓના (Reliance Jio)ગ્રાહકોમાં ઘટાડો થયો છે અને તેનો ફાયદો વોડાફોન તેમજ એરટેલને મળ્યો છે.નવેમ્બર મહિનામાં Jioના હરિયાણામાં 94.48 લાખ ગ્રાહકો હતા. જે ડિસેમ્બરમાં ઘટીને 89.07 લાખ થયા છે.

જ્યારે એરટેલ પાસે નવેમ્બરમાં 49.56 લાખ ગ્રાહકો હતા .જે ડિસેમ્બરમાં વધીને 50.79 લાખ થયા છે. જ્યારે વોડાફોનના ગ્રાહકો 80.23 લાખથી વધીને 80.42 લાખ પર પહોંચ્યા છે.પંજાબની વાત કરવામાં આવે તો Jioના 1.40 કરોડ ગ્રાહકો હતા અને આ સંખ્યા ડિસેમ્બરમાં ઘટીને 1.24 કરોડ થઈ છે.જ્યારે વોડાફોનના 86.42 લાખ ગ્રાહકો વધીને 87.11 લાખ થયા છે.

એરટેલના 1.05 કરોડ ગ્રાહકો હતા જે વધીને 1.06 કરોડ થઈ ચુક્યા છે. સરકારી કંપની બીએસએનએલના ગ્રાહકોમાં પણ ડિસેમ્બર મહિનામાં વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો સતત આરોપ મુકી રહ્યા છે કે, મોદી સરકારે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને ફાયદો કરાવવા માટે નવા કાયદા લાગુ કર્યા છે. ખેડૂત યુનિયનનો આરોપ છે કે રિલાયન્સ હરિયાણા અને પંજાબમાં જમીન ખરીદી રહી છે.જેના પર તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને ખાનગી બજારો ઉભા કરવા માંગે છે. આંદોલન દરમિયાન પંજાબમાં રિલાયન્સ જીઓના (Reliance Jio) ટાવરના ઈલેક્ટ્રિક કનેક્શનો કાપી નાંખવાની ઘટનાઓ પણ બની હતી.

Leave a Reply

Your email address will not be published.