આ કારણે અંજલિએ તારક મહેતા સિરિયલમાંથી નીકળી ગઈ! હવે આવું કામ કરશે…

ગુજરાતી સિનેમા વર્ષો પછી એક અભિનેત્રી કમબેક કરી રહી છે! ખરેખર આ ગુજરાતી સિનેમામાં માટે ગર્વની વાત કહેવાય કે, આ અભિનેત્રી ફરીથી ફિલ્મજગતની દુનિયામાં આગમન કરી રહી છે. રંગમંચભુમી થી લઈને તેણે ચલચિત્રની દુનિયામાં પણ પોતાના અભિનયનાં ઓજસ પાથરનારી આ અભીનેત્રી એટલે નેહા મહેતા જેને આપણે સૌ કોઈ તારક મહેતા સિરિયલની અંજલિ મહેતાનાં પાત્ર થી વધુ ઓળખીએ છે.

આ અંજલિ મહેતા એ સૌથી પહેલા ગુજરાતી રંગભૂમિમાં નાટકો ભજવીને પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી! ત્યારબાદ તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં પ્રેમ એક પૂજા તેમજ બેટર હાફ અને તેવી અનેક ગુજરાતી ફિલ્મો છે, જેમાં તેણે કામ કર્યું છે. આ સિવાય ટેલિવુડમાં તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી જેમાં સ્ટારપ્લસ પર પ્રસારિત થતી સિરિયલ ભાભીમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બાદ 2008નાં વર્ષમાં તેને તારક મહેતા સિરિયલમાં અંજલિનું પાત્ર 11 વર્ષ સુધી ભજવ્યું.

હાલમાં જ 2021નાં શરૂઆત પહેલા અભિનેત્રીને મેકર્સની સાથે વાંધો આવતા તેને આ સિરિયલ છોડી દીધી અને તેને એક ઇન્ટવ્યૂમાં કહેલું કે જ્યારે તેણે આ સીરિયલમાં કામ કરતી હતી ત્યારે તેના પાત્રને લીધે શ્યોર ન હતી પરંતુ આ સિરિયલને મુક્તા જ તેને સમજાયુ કે તે વધુ કંઈક કરી શકે તેમ છે. હાલમાં જ તેને એક ગુજરાતી ફિલ્મનું શુટીંગ પૂર્ણ કર્યું છે એ ફિલ્મ એક નારી પ્રધાન છે જેમાં તે મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ જ કારણે તેને આ સિરિયલ છોડી દીધી હોય તેવું કહી શકાય.

Leave a Reply

Your email address will not be published.