20 હજાર કરોડની સંપત્તિનો માલિક છે આ 22 વર્ષિય યુવક, તેની આવી છે લાઇફસ્ટાઇલ

આપણા દેશમાં ભલે રાજાશાહી સમાપ્ત થઈ ગઈ હોય પણ રાજાઓ અને બાદશાહોના વંશજો હજી પણ છે અને તેઓ રાજા હોવાથી તેમની પાસે કરોડો અને અબજોની સંપત્તિ હોય છે. તેમાંથી એક પદ્મનાભ સિંહ છે જે જયપુરના રાજ પરિવાર માંથી આવે છે, અથવા તો તે જયપુર રજવાડાના મહારાજા છે. તે જયપુરના રાજવી પરિવારના 303 માં વંશજ છે. પદ્મનાભ સિંહ માત્ર 22 વર્ષના છે, પણ તેમની પાસે લગભગ 20 હજાર કરોડની સંપત્તિ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પદ્મનાભ સિંહનો પરિવાર પોતાને ભગવાન રામના વંશ તરીકે ગણાવે છે.

મહારાજા પદ્મનાભ સિંહની ઘણી વિશેતાઓ છે. તે એક મોડેલ પણ છે, સાથે સાથે એક મહાન પોલો પ્લેયર છે. તેને ફરવાનો ખૂબ શોખ છે. એવું પણ કહેવામાં આવે છે કે તે પોતાનો મોટાભાગનો સમય ફરવામાં વિતાવે છે. તેમણે આજ સુધી ઘણા દેશોની મુલાકાત લીધી છે

પદ્મનાભ સિંહ તેની વૈભવી લાઈસ્ટાઈલ માટે ખુભ જાણીતા છે. તેની પાસે જયપુરમાં રામ નિવાસ મહેલમાં ખાનગી વૈભવી એ પાર્ટમેન્ટ પણ છે, જેમાં શયનખંડથી લઈને ડ્રેસિંગ રૂમ, ખાનગી ડાઇનિંગ રૂમ, ખાનગી રસોડાઓ, મોટા વરંડા અને પુલોનો સમાવેશ થાય છે.

જયપુરના છેલ્લા મહારાજા તરીકે ઓળખાતા તેમના દાદા સવાઇ માનસિંહજી બહાદુરના મૃત્યુ પછી પદ્મનાભ સિંહ ૨૦૧૧ માં રાજા બન્યા હતા. પદ્મનાભ સિંહનો રાજવી પરિવાર જયપુરના સિટી પેલેસમાં રહે છે, જેની સ્થાપના વર્ષ 1727 માં થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.