
મને મારા જોડે નોકરી કરતો યુવક ગમે છે, તેને પણ મને પ્રપોસ કર્યું તો મેં હા પાડી પણ હવે તે મારા જોડે અઠવાડિયા એક વાર તો સમા-ગનની માંગણી કરે છે તો હું એને ના પાડી દવ ત્યારે એ મને વારે વારે ધમકી આપી ને પ્રેમસબંધમાં બ્રેકઅપ કરવાનું કહે છે તો હું શું કરું
(એક યુવતી- બોડેલી)
જવાબ- જો હું તમને ભ્રમિત કરવા નથી માંગતો, પણ તમને એક વાત ચોક્કસ કહું કે એ તમને ખાલી દેશી ભાષામાં કહું તો યુઝ એન્ડ થ્રો જ કરશે તો આવા યુવકથી તમે દૂર થાવ એમાં જ તમને વધુ મજા આવશે..
સવાલ- મારા ગામમાં રહેતો એક યુવક મને ગમે છે પણ તે આખા ગામમાં ડોનની જેવી છાપ ધરાવે છે તો મેં એને કેટલીય વાર સમજાવ્યો પણ તે માનવા નથી તૈયાર..તો હું એને કેમનો સમજાવું
જવાબ- જો જે માણસ સમજવા નથી તૈયાર તે માણસને સમજાવીને શુ કરશો તમે ?? બીજું કે શું તમારા જ ગામમાં તમારો પરિવાર આવા વ્યક્તિને જમાઈ તરીકે સ્વીકારશે ? તો તમે આવા યુવકને પ્રેમ કરવાનું પડતું મુકો..
સવાલ- મને એક યુવતી ગમે છે પણ તે પેહલા તેના બોયફ્રેન્ડ જોડ કેટલીય વાર રંગરેલીયા મનાવી ચૂકી છે તો મારે એને લગ્ન માટે હા પાડે તો શું હું સ્વીકારી શકું ? એક યુવક
જવાબ- દોસ્ત તમે એને લગ્ન માટે સ્વીકારવાની મનોમન તૈયારી કરી હોય ત્યારે આવી નાની બાબત કે જે ભૂતકાળ કહી શકાય તેને ભૂલવાની પણ તમારે તૈયારી રાખવી જોઈએ.
સવાલ- મારા સાસુ મારા જોડે ખુબજ ઝગડા કરે છે, પણ મારા પતિ કહે છે કે તેમની ઉંમર થઈ છે એટલે એ એમનું કામ એમના જેવું જ કરાવવા માંગે તો હું શું કરું..
એક પરિણીતા (વલસાડ)
જવાબ- દરેક ના ઘડપણમાં એક અહેસાસ હોઈ કે મેં જેટલું કર્યું એટલું બીજાને નથી તકલીફ, એટલે આ પ્રોબ્લેમ તો થોડો રહેવાનો જ છે બેન, થોડું તમે પણ લેટ ગો શીખો..