આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે ગરમી, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી,

મિત્રો, હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાઓ પર બેવડી ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે, હવે શિયાળો વિદાય લઇ રહ્યો છે અને ઉનાળો શરૂ થઈ રહ્યો છે. હવે માર્ચ મહીનો શરૂ થઈ ગયો છે અને જલ્દી જ ઉનાળાની કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ જશે. તો આજે અમે તમને હવામાન સાથે જોડાયેલી આગાહી વિષે જણાવીશું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. એમના જણાવ્યા અનુસાર, ઉનાળામાં વિપરીત હવામાન રહેવાની શકયતા છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં થયેલી હિમ વર્ષાની અસર ગુજરાતમાં પણ થશે. એટલે કે, દેશમાં ફૂંકાતા ઠંડા પવનને કારણે ગુજરાતનું લઘુતમ તાપમાન ઘટશે અને રાત દરમિયાન ઠંડીનો અનુભવ થશે.

આમ તો માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે, પણ મહત્તમ તાપમાન જળવાયેલું રહેશે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ડીસા, નલિયા અને ભુજમાં 14 થી 15 માર્ચ પછી તાપમાનમાં વધારો થશે. આગાહી અનુસાર 15 માર્ચ પછી કેટલાક ભાગમાં 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે.

એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહે છે, કે કહીએ તો આ મહિનામાં અગન વર્ષા થાય છે. આ કારણ સર મહત્તમ તાપમાન ઊંચું જવાને લીધે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરતા હોય છે. જોકે 2021 માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે તેમજ વરસાદ પડવાની શક્યતા છે. અને તેની અસર ગુજરાતના તાપમાન પર પણ જોવા મળી શકે છે.

તે સિવાય તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેના લીધે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલે આ બાબતમાં વાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી રહેશે, અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પણ પડશે.

જોકે મે મહિનામાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ વધવાની શક્યતા છે, અને તેની સીધી અસર ચોમાસાના વરસાદ પર જોવા મળશે. તેમની આગાહી અનુસાર, વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, ડીસા, દાહોદ, ઇડર, નલિયા,પોરબંદર, ભુજ, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોમાં આકરી ગરમી પડશે. એટલું જ નહિ રાજસ્થાનના અનેક ભાગોમાં ભારે ગરમી પડી શકે છે. અને તેની અસર પણ ગુજરાતના તાપમાન જોવા મળશે. આ કારણો સર ઉનાળામાં પણ વાતાવરણ વિપરીત રહેવાની શકયતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. તેમજ એપ્રિલ મહિનામાં ધૂળ ભરી આંધી ફૂંકાય અને મે મહીનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધે તેની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.