ઇલાજ છોડીને હળદરની ગોળી મહિલાના કેન્સરને ખતમ કરવામાં કારગર સાબિત થઇ શકી છે

ભલે અંગ્રેજી દવાઓ અને રોગ નિવારક પદ્ધતિનું પ્રચલન વધી ગયું છે પરંતુ આજે પણ જૂની આયુર્વેદિક પદ્ધતિ ખુબ જ અસરકારક નીવડે છે. આયુર્વેદમાં ફક્ત અસાધ્ય રોગોનો જ ઈલાજ શક્ય છે એવું નથી પણ એને સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ માનવામાં આવે છે. ઘણી વાર કેટલીક ગંભીર બીમારીઓમાં અંગ્રેજી દવાઓ અસર નથી કરતી તો એ સમયે એનું નિદાન આયુર્વેદમાં જ મળે છે અને હાલમાં જ એવું કંઈક જોવા પણ મળ્યું છે. જ્યાં કેન્સર પીડિત એક મહિલા ઈલાજ કરાવીને થાકી ગઈ તો એણે ‘હળદરની ગોળી’ લેવાનું ચાલુ કરી દીધું અને થોડા જ સમયમાં એને એવું પરિણામ જોવા મળ્યું કે જે પાછલા 5 વર્ષોમાં ઈલાજ દરમિયાન પણ ના નહતું જોવા મળ્યું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અપંગ કરી દેતું બ્લડ કેન્સર ‘માઈલોમા’ થી હેરાન ફેર્ગસનની 3 વાર કિમોથેરાપી કરવામાં આવી પણ એનાથી લાભ થવાને બદલે એમની તકલીફમાં વધારો થઇ ગયો. એવામાં ડોક્ટર પણ એ વાતને લઈને બીવા લાગ્યા કે હવે કઈ રીતે ફેર્ગસનની સ્થિતિમાં સુધારો આવશે અને એમનો જીવ બચી શકે. એમાં માઈલોમામાં પ્લાઝમા સેલ અસામાન્ય અને અનીયંત્રીત રીતે વધે છે. પણ અત્યારે ફેર્ગસનનું પ્લાઝમા સેલ એકદમ ઓછું થઇ ગયું છે અને એ ઈલાજથી નહિ પણ ઘરેલુ દવાથી જ શક્ય બન્યું છે.

આ વાત છે બ્રિટેનની છે , જ્યાં એક મહિલાએ ફક્ત ઘરેલુ દવાઓનો પ્રયોગ કરીને જીવલેણ બીમારી ‘બ્લડ કેન્સર’ ને હરાવી દીધી છે. હા ,એ પણ એવી ગંભીર સ્થિતિમાં જયારે એનો ઈલાજ કરી રહેલા ડોક્ટર પણ હાર માની ગયા હતા. એમાં ઉત્તરી બ્રિટેનમાં રહેતી 67 વર્ષની ડીએનકે ફેર્ગસન પાછલા 5 વર્ષોથી બ્લડ કેન્સરથી હેરાન હતી. એમણે પોતાનો ઈલાજ કરાવ્યો પણ એને કોઈ જ ફાયદો નહતો થઇ રહ્યો. છેલ્લે જયારે એમણે પોતાનો ઈલાજ બંદ કરીને હળદરની ગોળીઓ ખાવાનું ચાલુ કરી દીધું તો એમની હાલતમાં ઘણો જ સુધારો આવા માંડ્યો અને અંતે એમણે કેન્સરને હરાવી જ દીધું.

હકીકતમાં ફેર્ગસનને જયારે ઈલાજથી કોઈ જ ફાયદો નહતો મળી રહ્યો તો એણે ઈલાજ કરાવવાનું બંદ કરાવ્યું અને રોજ 8 ગ્રામ હળદરની એક ગોળી ખાવાનું ચાલુ કર્યું. એવું એમણે લાંબા સમય સુધી કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે જયારે એ થોડા વર્ષો પછી ડોક્ટર પાસે પહોંચી તો એની સ્થિતિમાં સુધારો જોઈને ડોક્ટર પણ હેરાન થઇ ગયા. બાર્ટસ હેલ્થ એનએચએસ ટ્રસ્ટના ડોક્ટર કે જે ફેર્ગસનનો ઈલાજ કરતા હતા , એમનું કહેવું છે કે એમની જાણકારી મુજબ આ પહેલી વખત થયું છે કે જરૂરી ઈલાજ બંદ કરાવ્યા છતાં સતત વધી રહેલ બીમારી ઠીક થઇ ગઈ.જોકે તમને જણાવી દઈએ કે આ ગોળી રસોઈમાં વપરાતી સામાન્ય હળદર નહતી. પણ એનાથી ઘણી જ અલગ હતી. નોંધપાત્ર વાત છે કે 10 દિવસની આ ગોળીની કિંમત 4297 રૂપિયા છે. એમાં રસોઈમાં વપરાતી હળદરની સરખામણીમાં વધારે પ્રમાણમાં કરક્યુમીન હોય છે.અસલમાં કરક્યુમીન એક પ્રકારનું એવું તત્વ છે જે હળદરમાંથી મળી આવે છે અને એટલા માટે હળદરની ગોળી એ મહિલાના કેન્સરને ખતમ કરવામાં કારગર સાબિત થઇ શકી છે.

Leave a Reply

Your email address will not be published.