ખેડુતોને મોટી ભેટ,બજેટમાં કિસાન સન્માન નિધિના નાણાંમાં વધારો થશે ! જાણો કેટલો વધારો થશે

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોદી સરકાર વર્ષ 2021-22 માટે કૃષિ લોન રૂ. 19 લાખ કરોડ સુધી વધારી શકે છે. અને આ આંકડાની દ્રષ્ટિએ આશરે 25 ટકા જેટલો વધારો થઈ શકે છે. અત્યાર સુધીમાં આ મર્યાદા 15 લાખ કરોડ જ હતી. હવે જો આ પરિવર્તન થાય તો તે ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ગણાશે.

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સામાન્ય બજેટ (2021-22) રજૂ કરશે. ત્યારે કોરોના મહામારી બાદ આ પહેલી બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ રહેલી છે. ત્યારે નાણાં પ્રધાને પણ સંકેત આપ્યો છે કે આ વખતે બજેટ વિશેષ રહેશે.અને એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે કેટલીક વિશેષ ઘોષણા કરવામાં આવશે.

કિસાન સન્માન નિધિમાં ખેડૂતોને મળતી રાશિમાં વધારો થશે ?એટલું જ નહીં, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. ત્યારે ખેડૂતોને લાગે છે કે, આગામી સમયમાં દર 4 મહિનામાં 2000 રૂપિયાનો હપ્તો વધારીને 3000 રૂપિયા થઈ જશે.આ સાથે 11 કરોડ 50 લાખ ખેડુતો યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ બજેટમાં આ રકમ વધારવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published.