મારી એક ગર્લફ્રેન્ડ સાથે મેં શા-રીરિક સુ-ખ માણ્યું છે પણ બીજી મને બહુ ગમે છે તો હવે એની સાથે પણ ..

કૉલેજમાં અમારા ગ્રૂપમાં ચાર પાંચ છોકરીઓ છે. એ બધી મારી સાથે બહુ સારા સંબંધો રાખે છે. હું કૉલેજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતો હોવાથી છોકરીઓ મારાથી પ્રભાવિત થાય છે અને બધી ફ્રેન્ડ્સ મારી સાથે બહુ હસીમજાક કરે. મારી આર્થિક સ્થિતિ સારી હોવાથી હું તેઓને પાર્ટીઓ આપી મોજમજા કરાવું છું. એક સાથે મેં શા-રીરિક સુખ પણ માણ્યું છે, પરંતુ મને બીજી ફ્રેન્ડ ઈશા બહુ ગમે છે.

પણ એ મારા બીજા મિત્રો સાથેય વાતચીત કરતી હોય એટલે એને લવપ્રપોઝ કરતા ડર લાગે છે. એ બીજા કોઈને લવ કરતી હોય તો? મને એ ખૂબ ગમે છે. પણ ના પાડે તો? બીજી બાજુ જેની સાથે શા-રીરિક સુખ માણ્યું એનોય ખ્યાલ આવે છે. મને તમે માર્ગદર્શન આપો એવી વિનંતી.

અશોક (નામ બદલ્યું છે),

તું કૉલેજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતો હોવાથી હોશિયાર ને પ્રભાવશાળી હશે જ. તારો સ્વભાવ પણ સારો છે. તું બધાને પાર્ટી આપી મોજમજા પણ કરાવે છે, એટલે છોકરીઓ તારા પ્રત્યે આકર્ષિત થાય એ સ્વાભાવિક છે. તારી સમસ્યા બે ફ્રેન્ડમાંથી કોને પસંદ કરવી એ નથી, પરંતુ જે વધુ પસંદ છે તે લવ પ્રપોઝનો સ્વીકાર કરી શકશે કે કેમ એ છે. સાથે તને તેં જેની સાથે શા-રીરિક સુખ માણ્યું એનોય ખ્યાલ આવે છે. આ સ્વાભાવિક છે.

બહુ મહત્ત્વની વાત એ છે કે તે તારા ઈ-મેઇલમાં ક્યાંય મેરેજ અંગેનો ઉલ્લેખ કર્યો નથી. તેં સ્પષ્ટતા નથી કરી કે તું માત્ર લવ કરવા માગે છે કે લગ્ન?

આમ છતાં માની લઈએ કે તું લવ અને મેરેજ કરવા માંગે છે, અને હવે પ્રશ્ન ઈશા તને પ્રેમ કરે છે કે નહીં તે છે. આ માટે તારે એને પ્રપોઝ કર્યા વિના છૂટકો જ નથી. તો જ જાણી શકાશે કે એ તને પ્રેમ કરે છે કે નહીં, પણ ધારો કે એ તને ના પાડે તો? આ ભય પણ તને સતાવી રહ્યો છે. એ બીજા મિત્રો સાથે છૂટથી હરતી ફરતી અને વાતચીત કરતી હોવાથી તને તે બીજા સાથે લવ કરતી હોવાની શંકા છે, પરંતુ એ તારી ફ્રેન્ડ તો છે જ, એટલે તારે એને પ્રપોઝ કરવામાં કોઈ જ ડર રાખવાની જરૂર નથી, પરંતુ તું એને લવ કરતો હોવાથી તને બધી શંકા-કુશંકા થાય છે.

જોકે એ તારી પ્રપોઝલ સ્વીકારી લે તો શું? એ પછી તારે એને મેરેજ કરવા કહેવાનું. અને તે હા પાડે તો? સીધી વાત છે કે તારે તેં જેની સાથે શા-રીરિક સુખ હતું તે ગર્લફ્રેન્ડને ભૂલી જવાની, પરંતુ એ શક્ય છે ખરું? તને પોતાને પણ તેના પ્રત્યે લાગણી અને આકર્ષણ હોવાથી જ તેની સાથે શા-રીરિક સુખ માણ્યું. એણે પણ તારા પર ભરોસો રાખી તને જાત સોંપી હશે. કદાચ એણે તો તું એને લવ કરે છે અને મેરેજ કરીશ જ એવું માની લીધું હશે જ. અહીં તારા પક્ષે એ બાબત છે કે બંને વચ્ચે મેરેજની વાત જ નથી થઈ, એટલે તું ઈશાને લવપ્રપોઝ કર અને મેરેજ માટે પૂછી જો.

એ તૈયાર હોય તો આગળ વધો, પરંતુ તેં શા-રીરિક સુખ માણ્યું તે ફ્રેન્ડ એ વાત જાણી તારી પાસે દોડી આવી વાંધો ઉઠાવે અને પોતાની સાથે જ મેરેજ કરવા હઠ કરે તો તું તેને તમારા વચ્ચે લવ કે મેરેજની કોઈ વાત થઈ જ ન હતી એટલે જ તેં ઈશા સાથે લવ કરી મેરેજ નક્કી કર્યા છે. જોકે અહીં સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે ઈશા તારી પ્રપોઝલ સ્વીકારે છે કે નહીં? ના સ્વીકારે તો તારે એને છોડી તેં જેની સાથે શા-રીરિક સુખ માણ્યું તેને પણ પ્રપોઝ કર અને મેરેજ કરી લે. આમ પણ તારે એની સાથે જ મેરેજ કરવા જોઈએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજરાતના સમાચાર વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *