સાપ્તાહિક રાશિફળ : 1 ફેબ્રુઆરીથી શરુ થતું સપ્તાહ કેટલું છે શુભ જાણવા વાંચો રાશિફળ

સાપ્તાહિક રાશિફળ : 1 ફેબ્રુઆરીથી શરુ થતું સપ્તાહ કેટલું છે શુભ જાણવા વાંચો રાશિફળ

મેષ

સપ્તાહ દરમિયાન નોકરીમાં ચિંતા રહેશે. વિચારોમાં સ્થીરતા રાખવી. વ્યવસાયમાં નવું રોકાણ થાય. મિલકતના પ્રશ્નોથી લાભ થશે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો. શેર સટ્ટાથી લાભ. વાદ વિવાદથી માનસિક ચિંતા રહે. દસ્તાવેજી કાર્યેામાં ઉતાવળ ન કરવી. મિત્રોથી લાભ. આત્મવિશ્ર્વાસ નબળો ન પડે તેનું ધ્યાન રાખજો. મેડીટેશનથી લાભ જણાશે રોજીંદા કાર્યેાને વળગી રહેજો. તમારા કાર્યાઓમાં અંગત રીતે ધ્યાન દેવું. લિવ ઇન રિલેશન જેવા સંબંધો શરુ થવાની શકયતા છે. અંધશ્રધ્ધાથી દૂર રહેજો. જૂના મિત્રો સાથે મહત્વની ચર્ચા વિચારણા થવી શક્ય છે. ભીડભાડથી દૂર રહેજો. શકય હોય તો પ્રવાસ ટાળવો.

વૃષભ

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં મનગમતું કાર્ય મળે. મિલકતથી લાભ. શેર સટ્ટામાં લાભાલાભ. સગાઇના કાર્યેામાં સફળતા. કાનૂની પ્રશ્નોમાં સફળતા જણાય છે. દસ્તાવેજી કાર્યમાં સફળતા મળશે. ભાઇ–બહેનોથી લાભ થશે. પ્રવાસ થવાના યોગ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો. રાજકીયક્ષેત્રથી લાભ મળે. કોઇ નવી વ્યકિતની ભાગીદારીની ઓફર પણ આવી શકે છે. જૂના સંબંધો તાજા થાય. સ્વયં સ્ફુરણાને ધ્યાનમાં લેજો. આધ્યાત્મિક વલણથી લાભ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત સાધારણ ચિંતા રહે. ભીડભાડથી દૂર રહેજો. ડોકટર, પોલીસકર્મીઓને વિશેષ લાભ થશે. અન્નદાન કરવું.

મિથુન

સપ્તાહ દરમિયાન વેપારમાં ન ધારેલો લાભ, આવકનું પ્રમાણ વધે. આત્મવિશ્વાસ વધે તેવી ઘટના બનશે. પુરૂષાર્થનું ફળ મળે. પ્રતિષ્ઠા જળવાઇ રહે. રોકાયેલા નાણા છુટ્ટા થાય. ગુસ્સાને કાબુમાં રાખવો. રાજકીય રીતે લાભ રહે. બ્લડપ્રેશરને લગતી તકલીફોથી જાળવવું. નોકરીમાં સ્થિરતા રાખવી. પરિવારના સભ્યોને સમજવા કોશીષ કરવી. લજીવનમાં કોઇ મતભેદો ઉભા ન થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન ઇચ્છુકોને નિર્ણયો લેવા બાબત ઉતાવળ ન કરવી. ભાઇ, બહેનોનો સહકાર મળવાનો છે. સરકારી કાર્યેાથી લાભ. જાહેર જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું.

કર્ક

સપ્તાહ દરમિયાન નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ છે. ઉપરી અધિકારી વર્ગ સાથે સુમેળ રાખવો. નવી ઓફર આવે તો તેનાથી દૂર રહેવું. વ્યવસાયમાં નવું રોકાણ ન કરવું. માથાના દુ:ખાવાથી જાળવવું. વિચારો મકકમ રાખવા. અંધશ્રધ્ધાથી દૂર રહેવું. કુટુંબના સભ્યો સાથે સુમેળ રાખવો જરૂરી છે. બીજાની જવાબદારી લેવાથી દૂર રહેવું. માસ્ક પહેરીને જ બહાર નીકળવું. સોશિયલ ડિસ્ટન્સ ખુબજ જરૂરી છે. અન્નદાન કરવું. માનસિક સ્વાસ્થ્ય બાબત સજાગ રહેવું. મિલકત બાબતના પ્રશ્નોમાં નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ ન કરવી. કાયમી બદલી થવાની ઇચ્છા ફળવાની છે. ભાગીદારો સાથે મતભેદો થાય તેવી ચર્ચા ટાળવી. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે નબળો સમય રહેવાનો છે. નકારાત્મક વિચારો ટાળવા.

સિંહ

સપ્તાહ દરમિયાન નોકરીમાં સફળતા મળશે. નવી ઓફર પણ આવી શકે છે. વેપાર અને કાર્યક્ષેત્રમાં વધારો થશે.. મિલકતની લે–વેંચમાં સમય અનુકુળતા દર્શાવે છે. સગાઇ લગ્નના કાર્યો લંબાઈ શકે છે. જૂના મિત્રોની મુલાકાતથી લાભ રહે. વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. ગેરસમજો થઇ હશે તો તે દૂર થાય. સ્વાસ્થ્ય બાબત સુધારો થાય. રહેણાકના મકાનમાં લકઝરીને લગતા ફેરફારોની ઇચ્છા ફળે. નવી યોજનામાં ભાગીદારોનો સહકાર લેવો પડે. ઉગ્ર થવાનું ટાળજો. અધિકારી વર્ગનો સહકાર મળવાનો છે. પરિવારના કાર્યામાં પણ ધ્યાન આપવું. તમારો ચાર્મ જળવાઇ રહે. વિદેશ જવાની તક મળી શકે છે.

કન્યા

સપ્તાહ દરમિયાન વેપારમાં આવકનું પ્રમાણ વધે. કાર્યશકિત વધે. નોકરીમાં અનુકુળતા રહે. બદલી પ્રમોશનના ચાન્સ રહે. શેર સટ્ટામાં લાભ રહે. મિલકતના પ્રશ્નોમાં નિર્ણય સમજીને લેવા. વિદેશથી લાભ રહે. આર્થિક લાભ. શકય હોય તો પ્રવાસથી દૂર રહેજો. વિલંબમાં પડેલા કાર્યેાને આગળ વધારવામાં સફળતા મળે તેનાથી આત્મવિશ્વાસ વધવાનો. નાણાકિય જવાબદારીઓ હશે તો તે હળવી થાય. સંસ્થામાં સારો હોદ્દો મળવાનો. રાજકીય અનુકુળતા રહે. સ્વાસ્થ્ય બાબત ગેસ અપચાની તકલીફો રહે. સંતાનોની સગાઇ લગ્નના કાર્યેામાં અનુકુળતા રહેવાની. કાર્ય કુશળતાની કદર થાય. વડિલોના સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહેવાનો.

તુલા

સપ્તાહ દરમિયાન આ સમય લાભદાયક રહેવાનો તમારી ટેલેન્ટનો લાભ સંસ્થાને મળવાનો. સીઝનલ ધંધામાં લાભ રહે. પ્રવાસનું આયોજન થવાનું. સંતાનોને કોઇ સારો લાભ મળવાનો. સ્વાસ્થ્ય બાબત જાળવવું. બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ ખુબજ જરૂરી છે તે યાદ રાખી તેનું પાલન કરો. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. મોસાળથી લાભ રહે. તમો લગ્ન ઇચ્છુક હશો તો આ સમય દરમિયાન કોઇ જગ્યાએ તમારી સગાઇ અંગેની વાતચીત શરુ થશે. માતાનો સહકાર રહે. તમારું મન ધાર્મિક વિચારો તરફ વળે. આ સમય દરમિયા ખુબજ મહેનત કરી અને બીજાને મદદરૂપ થવાની કાશિશ કરશો. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય બાબત જાળવવું.

વૃશ્ચિક

સપ્તાહ દરમિયાન આવક વધવાની અને કાર્યભાર પણ વધારે રહેવાની સંભાવના છે. તમારે સપ્તાહ વૃત્તિ કેળવવી પડશે. વિદેશથી લાભ રહે. અંધશ્રધ્ધાથી દૂર રહેજો. કોર્ટ કેસના પ્રશ્નોથી જાળવવું. શકય હોય તો પ્રવાસ ટાળવો અને ભીડભાડથી દૂર રહેવું. ભાઇ–બહેનો સાથે સુમેળ રાખવો. નવી યોજના બાબત હીતેચ્છુની સલાહ લેજો અને એવી વ્યકિતની સલાહ લેજો કે જેણે કોઇપણ ક્ષેત્રે સફળતા મેળવી હોય, નામના પ્રતિષ્ઠા મેળવી હોય તેઓ જ તમને યોગ્ય સલાહ આપી શકશે. રહેણાકના મકાનને સુશોભિત કરવાની ઇચ્છા ફળવાની.

ધન

સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં લાભ રહે. નોકરીમાં પ્રમોશન, બદલીના ચાન્સ છે. હરીફોથી લાભ થશે. જૂની મિલકતથી લાભ થશે. કાનુની પ્રશ્નો ટાળવા. વિદેશ જવાની તક મળવાની છે. જો શકય હોય તો પ્રવાસ ટાળવો. વારસાના પ્રશ્નોથી લાભ. સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી. ભાગીદારોને સહકાર આપવો. પ્રિયપાત્ર સાથે મતભેદોથી દૂર રહેવું. ભાઇ–બહેનો કે પરિવારના સભ્યો સાથે દલીલબાજી ટાળવી. બીજાની જવાબદારી પોતાના પર લેવાનું ટાળવું. વધુ પડતી દોડધામ હીતાવહ નથી. માતાના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્શન રહે. ધાર્મિક કાર્યમાં સફળતા રહે.

મકર

સપ્તાહ દરમિયાન નોકરીમાં સફળતા રહે. મનગમતી જગ્યાએ ફરવા મળે. વ્યવસાયમાં આર્થિક લાભ જણાય છે. વેપારીઓને ગ્રાહકોનો સહકાર મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. મિલકતના પ્રશ્નોમાં વિવાદ ટાળવા. સંતાનોની પ્રગતિ થાય. યુવા વર્ગને વિજાતીય સંબંધો ગાઢ બને. નવી ઓળખાણ થાય. મેરેજ લાઇફમાં ગેરસમજો ટાળવી. પિતા સાથે પ્રવાસનો યોગ છે. ભાગ્યોદયની તક માટે ઉત્તમ સમય રહે. નાણાકીય બાબતોમાં સર્તકતા રાખવી. ઉધારીમાં ધંધો કરવો હિતાવહ નથી. ભાઇ અને બહેન સાથે સુમેળ વધવાનો. રાજકીય રીતે લાભ રહે. મનગમતી વ્યકિત સાથે મુલાકાત થાય. વિદેશ સેટલ થવાનો પ્રયત્ન કરતાં લોકોને સફળતા મળે.

કુંભ

સપ્તાહ દરમિયાન અતિ આત્મવિશ્વાસને કાબુમાં રાખવો. કાર્યશકિત વધારવાની જરૂર છે. નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ છે. બીજાની જવાબદારીઓ પોતાના માથે ન લેવી. પસંદગીના સ્થળે લગ્ન નક્કી થવાની ઇચ્છા ફળવાની. ભાગીદારોનો સહકાર રહશે. ધાર્મિક કાર્ય થાય. ગુસ્સાને લઇને કોઇ મળતો લાભ ન ગુમાવો તેનું ધ્યાન રાખજો. જીવનસાથીનો સહકાર મળવાનો. તમારો ચાર્મ ઓફિસમાં જળવાઇ રહે. કાનૂની પ્રશ્નો ટાળવા. રાજકીય લાભ મળે. ખર્ચ ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે નહીંતર નાણાકિય મુશકેલી રહેશે. ઉધાર લઇને નવું સાહસ ન કરવું. ટુરીંગ કાર્યને વળગી રહેજો. મિલકત બાબતના પ્રશ્નોમાં અનુકુળતાઓ રહેવાની. માતાનો સહકાર સારો રહેવાનો.

મીન

સપ્તાહ દરમિયાન થોડી ધીરજ કેળવવાની સલાહ આપવામાં આવે છે. અધિકારી વર્ગને સાથે કામ કરતાં લોકોને સહકાર દેવો. લખાણ કે દસ્તાવેજોના કાર્યમાં ચોકસાઇ રાખવી. સ્વાસ્થ્યમાં સુધારો રહે. ભૌતિક સુખ સગવડતાઓમાં વધારો થાય. પરિવારના વડિલો સાથે સુમેળ રાખવો. ઇલેકટ્રોનિક ચીજ વસ્તુની ખરીદી પર ખર્ચ થાય. ધાર્મિક યાત્રા પ્રવાસમાં અનુકુળતાઓ રહે. ઉધારીના ધંધાથી દૂર રહેજો. નાણા ફસાઇ જાય તેવી શક્યતા છે. પોતાની મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખજો. નિર્ણયોમાં અસ્થિરતા રહે. જેને લઇને કોઇ મળતો લાભ ન ગુમાવો તેનું ધ્યાન રાખજો. સીઝનલ ધંધાથી લાભ થાય. વિદેશથી નાણાકીય લાભો મળે. બને ત્યાં સુધી મુસાફરી ટાળવી અને કોઇ પાર્ટીમાં ભીડભાડમાં જવાનું ટાળવું

Leave a Reply

Your email address will not be published.