વહુ ના કહેવાથી દીકરો ગરઢાં બા ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પણ પછી ગરઢાં બા એ દીકરાને જે પાઠ ભણવો એ જાણી હચમચી જસો ..

આજ ના જમાના માં દરેક ને સ્વતંત્ર રહેવું ગમે છે. દરેકને એવું જ હોય છે કે તેઓ એમની રીતે જ એમની જિંદગી જીવે. એમાંય લગ્ન પછી તો દીકરા અને વહુ બંને ને એકલું અને પોતાની રીતે જ રહેવું ગમતું હોય છે.

તેઓ ને પોતાની રીતે જીવવું જ ગમે છે એમના માતા પીતા સાથે હોય તો એમને ખુબ જ વાંધા પડતા હોય છે. પણ એ વાત ન ભૂલવી કે દુનિયામાં ક્યારેય કોઈ વ્યક્તિ કામ વિનાના નથી હોતા ક્યારે ક્યાં વ્યક્તિની કઈ રીતે જરૂર પડી જાય તેનું કઈ નક્કી નથી હોતું.

માટે દરેક માણસ ની કીમત કરવી. આજે અમે તમને એક માતા અને દીકરા વચ્ચેની એવી જ વાત જણાવવા જઈ રહ્યા છે જેના વિશે જાણીને દરેક વ્યક્તિનેને ખુબ જ દુઃખ થશે પણ તમને તમારી માતા પ્રત્યે લાગણીઓ અને એમના માટે માન વધી જશે.

આ વાર્તા છે એક વૃદ્ધ માતા અને તેના નોકરી કરતા પુત્ર અને વહુ ની. એક 80 વર્ષના બા ઘરમાં અસ્તવ્યસ્ત રીતે રહેતા હતા. દીકરો અને દીકરાની વહુ બંને નોકરી કરતા હતા અને દીકરાની ઘરે પણ હજુ કોઈ નાનું બાળક ન હતું.

એટલે દીકરો અને વહુ નોકરી પર જાય ત્યારે બાદ બા ઘરમાં એકલા એકલા જ રહેતા. ઘરમાં કોઈ પણ તેને ટાઈમ આપતું ન હતું. આખો દિવસ નોકરી કરવામાં બીઝી પુત્ર અને વહુ બા ની સમસ્યાઓ અને પરિસ્થિતિ ઉપર ક્યારેય ધ્યાન ન દેતા.

દીકરાની વહુને ઘરમાં બા રહેતા એ ખુબ જ ખટકતું હતું. માટે તેણે એક દીવસ તેના પતિને જણાવ્યું કે આજના સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખુબ જ મસ્ત બની ગયા છે તો આપણે બા ને ત્યાં જ મૂકી આવીએ. બા હવે આપણા ઘરમાં નહિ મજા આવે.

બા ને પણ વૃદ્ધાશ્રમ એ ઘર કરતા વધારે મજા આવશે. અહી બા ને એકલું લાગે ત્યાં એમની સાથે એમની ઉંમરના ઘણા વ્યક્તિઓ હશે તેથી તેમને સથવારો મળી રહેશે.

પત્નીની વાત સાંભળી પતિને વિચાર થયો કે વાત તો સાચી છે. બીજા દિવસે દીકરો તેની વૃદ્ધ માતા ને વૃદ્ધાશ્રમમાં મુકવા માટે ગયો. બા અને દીકરો બંને વૃદ્ધાશ્રમમાં મેનેજર સાથે વાત કરતો હતા. ત્યાં અચાનક દીકરાને તેની પત્નીનો ફોન આવ્યો અને દીકરો ખૂણામાં જઈને પત્ની સાથે વાતો કરવા લાગ્યો.

એવામાં દીકરાએ જોયું કે તેના બા તો મેનેજરને ઓળખતા હોય એમ તેની સાથે વાતો કરવામાં લાગી ગયા છે. દીકરો ફોન મુકીને આવે છે અને તેના બા ને કહે છે કે તમારા માટે ખુબ જ સરસ રૂમ બુક કરાવ્યો છે તમે ચેક કરીલો લો જો ના ગમતો હોય તો બીજો રૂમ જોશું.

તેના બા રૂમ જોવા જાય છે ત્યારે દીકરો પેલા મેનેજરને પૂછે છે કે મારા બા તમારી સાથે હસીને વાતો કરી રહ્યા હતા. શું એ મારા વિષય માં કંઈ પણ કહેતા હતા ?

દીકરાનો આવો સવાલ સાંભળી મેનેજર થોડું હશે છે અને કહે છે કે ના એ તમારા વિશે કંઈ ન હતા કહેતા. મારી એમની સાથે ખુબ જ પહેલાની ઓળખાણ નીકળી એટલે અમે એ બધી વાતો કરતા હતા.

તમારા માતા પિતા બંનેને હું ખુબ જ સારી રીતે ઓળખું છું. પછી મેનેજરે દીકરાને પૂછ્યું કે તમે એમના કોણ છો ?

દીકરાએ જવાબ આપ્યો કે, “હું એમનો દીકરો છું.” તેથી મેનેજરને થોડુ આશ્ચર્ય થયું અને તેણે ફરી પૂછ્યું તમારા બા ને કેટલા દીકરા છે ? દીકરાએ જવાબ આપ્યો કે, “હું બા નો એકનો એક જ દીકરો છું.” ત્યારે મેનેજર કહે છે કે,

આજથી 25 કે 30 વર્ષ પહેલા તમારા માતા અને પિતા તમને મારા આ જ આશ્રમમાંથી એડોપ્ટ કરી ગયા હતા. દીકરાને મેનેજરની આ વાત સાંભળી ખુબ જ દુઃખ અને દર્દ થાય છે. તેમ છતા પોતાની પત્નીના ડરથી તે મેનેજરની આ વાત સાંભળી છતાં તેના વૃદ્ધ બા ને ત્યાજ આશ્રમમાં મૂકી ને જતો રહે છે.

આ સમય પછી દીકરો ક્યારેય તેની માતાને નથી ફોન કરતો કે નથી મળવા આવતો. પરંતુ તેના બા હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા કે મારા દીકરા અને વહુ ખુશ રહે અને સુખી રહે.

બા ને વૃદ્ધાશ્રમમાં છોડ્યાના ત્રણ વર્ષ બાદ દીકરાની વહુનું મૃત્યુ થઇ જાય છે અને તેને હજી સુધી કોઈ બાળક નહોતું થયું એટલે દીકરો હવે સાવ એકલો થઇ ગયો હતો.અને ત્યાર પછીના એક વર્ષ પછી તેના દીકરાને પેરેલિસિસનો અટેક આવી જાય છે.

દીકરો પથારી વશ થઇ જાય છે તે ચાલી કે બોલી પણ શકતો ન હતો. જે હોસ્પિટલ માં તે હતો તેની સારવાર કરવા વાળું કોઈ જ ના હતું. આ વાતની મેનેજર ને ખબર પડે છે છે અને તે આ વાત વૃદ્ધ માતા ને કહે છે.

મેનેજર કહે છે કે બા તમારો દીકરો, જેણે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ દિવસ તમને યાદ નથી કર્યા, તે આજે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે. તેમજ તેની પત્ની મૃત્યુ પામી અને તે પેરાલીસીસના કારણે અત્યારે હોસ્પીટલમાં દુખ ભોગવી રહ્યો છે તેના પાપ ની સજા આજે તેને મળી રહી છે.

આ સાંભળી બા ને ખુબ જ દુઃખ થયું અને તેણે મેનેજરને કહ્યું, “ગમે તે હોય પણ એ મારો દીકરો છે, તમારાથી મારા દીકરા વિશે આવું બોલાય જ કેમ મને અત્યારે ને અત્યારે જ મારા દીકરા પાસે લઇ જાઓ.

ત્યારે મેનેજર કહે છે કે આશ્રમના નિયમ અનુસાર તમારા દીકરાની પરવાનગી વગર હું તમને રજા ના આપી શકું નહિ . તેથી બા અને મેનેજર બંને હોસ્પિટલમાં દીકરા પાસે પરવાનગી લેવા માટે જાય છે.

મેનેજર દીકરાને કહે છે કે તમારી માતાને તમારી સેવા માટે આશ્રમમાં થી રજા જોઈએ છે, હું રજા આપું ? આટલું સાંભળી દીકરાની આખો માંથી પાણી વહેવા લાગ્યા અને એ પેરાલીસીસ ના લીધે હલી કે બોલી શકે એમ ન હતો તેથી તેણે માથું હલાવી હા કહી.

પછી મેનેજરે બા ને રજા આપી અને જતા જતા બને પુછયુ કે જે દીકરાએ પાચ વર્ષ સુધી તમને એક ફોન પણ ના કર્યો તમને ખબર ન પૂછી અને આજે તમે તેની સેવા માટે તરતજ હાજર થઇ ગયા? ત્યારે બા એ ફક્ત એક જ વાક્ય કહ્યું “સાહેબ, છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય.”

દુનિયાની દરેક માતાની આવી જ હોય છે. દીકરા ભલે ગમે તેવું ખરાબ વર્તન કરે માતાના માતૃત્વમાં ક્યારેય પણ ખોટ આવતી નથી. તેથીજ તો કહેવાય છે કે ‘માં તે માં બીજા બધા વગડાના વા’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *