મોર્ડન છોકરીએ ફેસબૂક લાઈવ થઈને શું કર્યું કે અધિકારીઓ પણ દોડતા થયા જુવો અહી …

સામાન્ય રીતે સરકારી કામ એક ધક્કામાં થઈ જતા હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. આવામાં વારંવાર ધક્કા ખાધા પછી પણ પોતાનું કામ પૂરું ના થવાના કારણે ઘણી વખત અજદારો અકળાઈ જવાના બનાવ બને છે. આવો જ એક કિસ્સો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બન્યો છે જેમાં વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલી યુવતીએ આખરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ફરિયાદ કરતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.

અરજદારને વારંવાર ધક્કા ખવડાવવાની માનસિકતા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ભારે પડી છે. વારંવાર આધાર કાર્ડ માટે ધક્કા ખાધા પછી યુવતીએ કચેરીમાંથી જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તંત્રને દોડતું થયું હતું.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે મળેલી વિગતો મુજબ મંગળવારે બપોરે બે વાગ્યાના સમયે કોર્પોરેશનની ઓફિસ પહોંચેલી વિદેશથી પરત આવેલી યુવતીને અનેક રજૂઆતો છતાં પોતાનું કામ થતું ના હોવાથી તેણે સોશિયલ મીડિયા પર પોતાની રજૂઆત કરવાનો નિર્ણય કર્યો. આ યુવતી ત્રણ દિવસથી આધાર કાર્ડમાં પોતાની અટકમાં સુધારો કરવા માટે ધક્કા ખાઈ રહ્યી હતી. જોકે પોતાની રજૂઆતોનું નિરાકરણ ના મળતા આખરે યુવતીએકચેરીના બીજા માળેથી ફેસબૂક લાઈવ કરીને પોતાની ફરિયાદ કરી હતી.

પોતાના આધાર કાર્ડમાં નામ સુધરાવવા ઈચ્છતી યુવતી પાસે લીવિંગ સર્ટિફિકેટ સિવાય અન્ય કોઈ પુરાવો નહોતો અને તેણે પોતાની રજૂઆત અધિકારીઓને કર્યા પછી પણ કોઈ ઉકેલ ના દેખાતા આખરે યુવતીએ ફેસબૂક લાઈવનો ઉપયોગ કરીને પોતાની સમસ્યાની અહીં રજૂઆત કરી હતી.

મોર્ડન દેખાતી અને ફાંકડું અંગ્રેજી બોલતી યુવતી સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ કરવા પહોંચી જતા અધિકારીઓ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અને મહિલાને કચેરીની શાખ બચાવવા માટે સમજાવવાની કોશિશો શરુ કરવામાં આવી હતી. આ પછી મહિલાએ પોતાની રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.